Mango Kalakand Recipe: કાજુ કતરીને પણ ભૂલી જશો! ઘરે બનાવો ટેસ્ટી મેંગો કલાકંદ

Gujju Bhoomi

મેંગો કલાકંદ રેસીપી

કેરીની સિઝન આવી ગઈ છે અને એમાંથી ઘણી ટેસ્ટી મિઠાઈઓ પણ બને છે. જો તમને કાજુ કતરી કે મોહનથાળ ગમે છે, તો મેંગો કલાકંદ જરૂર અજમાવો – યૂનિક પણ ટેસ્ટી!

મેંગો કલાકંદ બનાવવા માટે જરૂરી સામગ્રી

કેરીનો પલ્પ, ઘટ્ટ દૂધ, એલચી પાઉડર, ખાંડ, ડ્રાયફ્રુટ્સ (સજાવટ માટે – બદામ, પિસ્તા વગેરે)

સ્ટેપ 1

એક તપેલીમાં ગેસ ચાલુ કરીને તેમાં ઘટ્ટ દૂધ ગરમ કરો. દૂધ ગરમ થઈ જાય પછી તેમાં કેરીનો પલ્પ ઉમેરો. પલ્પ ઉમેર્યા પછી ધીમી આંચ પર મિશ્રણ હલાવતા રહો.

સ્ટેપ 2

લગભગ 10 મિનિટ પછી મિશ્રણ દૂધથી થોડી દાણા-દાર જેવું બનવા લાગશે. હવે આ મિશ્રણ ધીમી આંચે સતત હલાવતા રહો જેથી નીચે ન લાગે.

સ્ટેપ 3

જ્યારે તેમાં રહેલું પાણી બળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય, ત્યારે ખાંડ અને એલચી પાઉડર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો અને થોડું વધુ હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ સારી રીતે દાણા દાર ન થઈ જાય.

સ્ટેપ 4

હવે ગ્રીસ કરેલી થાળી કે ટ્રેમાં આ મિશ્રણ પાથરી દો. તેને 4-5 કલાક સુધી ઠંડા અને સેટ થવા દો. તૈયાર થયેલા મેંગો કલાકંદને ઉપરથી ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો અને ટુકડાઓમાં કાપી સર્વ કરો.

જો તમને આ લેખમાં આપેલી રેસીપી ગમી હોય તો તેને શેર કરો. આવી વધુ રેસીપી માટે gujjubhoomi.com વાંચતા રહો.