Gujju Bhoomi
ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠાર શરબત કે શિકંજી પીવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
ઘણે લોકોને દરેક વખતે લીંબુ શરબત બનાવવું ઝંઝટભર્યું લાગે છે, પણ હવે એ મુશ્કેલી દૂર થઈ જશે.
આ પાઉડર બનાવી લો અને ગમે ત્યારે ઈન્સ્ટન્ટ શરબત તૈયાર કરો
આ રેસીપી થોડી લાંબી છે, પરંતુ એકવાર પાઉડર બની જશે તો આખું વર્ષ સ્ટોર કરી શકાશે.
જેટલો પાઉડર બનાવવો હોય તે મુજબ લીંબુ અને લીંબુના રસ કરતાં વધારે ખાંડ
સૌથી પહેલા લીંબુને ધોઈ લઈને બે ભાગમાં કાપી તેનામાંથી રસ કાઢી લો. એક તપેલીમાં તૈયાર રસ ભરી લો અને તેમાં તેના ડબલ પ્રમાણમાં ખાંડ ઉમેરો.
આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. મિક્સ કરેલા મિશ્રણને થાળીઓમાં થોડો થોડો વિભાજિત કરીને પંખાની હવામાં સુકવવા મૂકો.
દિવસે બે વાર મિશ્રણને હલાવતા રહો અને જ્યાં સુધી તેનું પાણી સંપૂર્ણ રીતે ન બળી જાય ત્યાં સુધી પંખાની હવા આપો. આ મિશ્રણ તડકામાં સુકવવું નહીં, ફક્ત ઘરના અંદર પંખાની હવામાં જ સુકવવું.
બે-ચાર દિવસ પછી મિશ્રણ ઊંચકી ફરીથી સુકવવા મૂકવું જ્યાં સુધી એ સંપૂર્ણ સૂકી ન જાય. એકવાર મિશ્રણ પૂરતું સૂકી જાય તો તેને મિક્સરમાં પીસીને પાઉડર બનાવી લો.
તૈયાર પાઉડરને હવામાંથી બચાવતું એરટાઈટ ડબ્બામાં ભરી લો. તૈયાર છે તમારું ઈન્સ્ટન્ટ લીંબુ શરબત પાઉડર! જ્યારે જરૂર હોય, એક ગ્લાસ પાણીમાં આ પાઉડર ઉમેરો અને સ્વાદિષ્ટ શિકંજીનો આનંદ માણો.
જો તમને આ લેખમાં આપેલી રેસીપી ગમી હોય તો તેને શેર કરો. આવી વધુ રેસીપી માટે gujjubhoomi.com વાંચતા રહો.