Gujju Bhoomi
ખજૂર સામાન્ય રીતે હોળી જેવી તહેવાર દરમિયાન ખાવામાં આવે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.
ઘણા લોકો ખજૂરમાંથી મિઠાઈ કે અન્ય વાનગીઓ બનાવે છે, પરંતુ તમે ખજૂરમાંથી ટેસ્ટી મુખવાસ સરળતાથી બનાવી શકો છો.
આ મુખવાસ માત્ર થોડીજ વસ્તુઓથી અને 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. જાણો તેને બનાવવાની સરળ રીત.
ખજૂર, વરિયાળી, સુંઠ, આમચુર પાઉડર, જીરું, સંચળ, લીંબુ, અજમો, અડધી ચમચી મીઠું, લાલ મરચું પાઉડર
સૌથી પહેલા 400 ગ્રામ ખજૂર લો અને તેને ચપ્પા વડે ઊભા ટુકડા કરો. હવે એક પેનમાં 2 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી અજમો નાખી ધીમી આંચે શેકી લો.
મસાલા ઠંડા પડે પછી મિક્સરમાં પાઉડર બનાવી લો. પાઉડર બનેલ મસાલા એક બાઉલમાં કાઢો. ખજૂરના ટુકડાઓમાં અડધું લીંબુ નીચોવી દો.
ત્યારબાદ તૈયાર મસાલો ખજૂરમાં ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરો. આ રીતે ખજૂરનો ટેસ્ટી અને આરોગ્યદાયી મુખવાસ થઈ જશે તૈયાર!
જો તમને આ લેખમાં આપેલી રેસીપી ગમી હોય તો તેને શેર કરો. આવી વધુ રેસીપી માટે gujjubhoomi.com વાંચતા રહો.