અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના હવામાનમાં પલટો, ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ગરમીમાં આંશિક રાહતની સંભાવના

Ambalal Patel Agahi, Gujarat Weather: દેશભરમાં આવી રહેલા હવામાનના મોટા બદલાવની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

Follow Us:

Ambalal Patel Agahi, Gujarat Weather: દેશભરમાં આવી રહેલા હવામાનના મોટા બદલાવની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે 19 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) લગભગ 270ને પાર કરી શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, કપડવંજ, તારાપુર અને પેટલાદ જેવા વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડશે.

આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો, વિરમગામનો વિસ્તાર, કડી અને બેચરાજી તેમજ સૌરાષ્ટ્રના ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા અને લખતર જેવા વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં ગરમીમાં ઘટાડો જોવા મળી શકે છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ગરમી વધવી જોઈએ, પરંતુ આ વખતે તેમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, 22 એપ્રિલ બાદ ફરી ગરમીમાં વધારો થઈ શકે છે અને 26 એપ્રિલ પછી રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે મે મહિના અંગે આગાહી કરતાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળશે. જ્યાં સુધી કમોસમી વરસાદ નહીં થાય ત્યાં સુધી ધૂળનું પ્રમાણ ઘટશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળની સમસ્યા રહેશે અને પવનનું જોર ઘણું વધારે રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ 25 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વખતે ચોમાસા પહેલાં પણ સખત પવનના તોફાનો આવવાની શક્યતા છે.