Gujarat Monsoon 2025: ગુજરાત માટે ખુશખબર! ચોમાસું વહેલું આવશે; જાણો ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી

Gujarat Monsoon 2025: હવામાન વિભાગ મુજબ આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને રાજ્યમાં સારો વરસાદ પડશે. કેરળથી શરૂ થતા ચોમાસાની અસર ગુજરાતમાં પણ ટૂંક સમયમાં જોવા મળશે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Monsoon 2025 Update: ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવશે અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતમાં પણ તેની અસર ટૂંક સમયમાં જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 2025 તેના નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળમાં પ્રવેશી જશે. કેરળમાં ચોમાસાના વહેલા આગમનની સાથે જ તે ઝડપથી આગળ વધે તેવી પણ આગાહી કરવામાં આવી છે. IMDનું માનવું છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું 10 થી 12 જૂનની વચ્ચે દસ્તક દેશે, જે સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું હોય છે. રાજ્યમાં તેની અસર 12 જૂન સુધીમાં દેખાવા લાગશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા છે.

ગુજરાતમાં કેવો રહેશે વરસાદ?

ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમન સાથે, હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય પહેલાં ગુજરાતમાં પ્રવેશવાની ધારણા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેનું આગમન 10 થી 12 જૂનની વચ્ચે થઈ શકે છે.

ભારે વરસાદની પણ શક્યતા

IMD અનુસાર, ગુજરાત સહિત ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. દેશમાં સરેરાશ 105 ટકા વરસાદની સંભાવના છે, જે ખેતી માટે ખૂબ જ સારા સમાચાર છે, પરંતુ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવાની જરૂર છે. તમામ મુખ્ય હવામાન દેખરેખ એજન્સીઓએ સંકેત આપ્યો છે કે આ વર્ષે ચોમાસું માત્ર વહેલું જ નહીં, પરંતુ તીવ્ર અને મોટા વિસ્તારમાં વરસાદ લાવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની અને ભારે વરસાદ પણ થઈ શકે છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi