Gujarat Weather: ગુજરાતમાં વરસાદનું એલર્ટ! આગામી 6 દિવસ ખેડૂતો માટે ભારે, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે કે 19 મેથી 25 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather

Gujarat Weather Today 19 May 2025 | આજનું હવામાન: રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે કે 19 મેથી 25 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને નર્મદા અને ભાવનગર જિલ્લાના ખેડૂતોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને ક્યાં ભારે વરસાદની ચેતવણી છે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

19 મે, 2025

દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે.

20 મે, 2025

દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી યથાવત રહેશે.

21 મે, 2025

દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા અને નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

22 મે, 2025

સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર અને નર્મદા સહિત રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા અને નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

23 મે, 2025

સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ રાજકોટ, જુનાગઢ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

24 મે, 2025

કચ્છ, બનાસકાંઠા, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

25 મે, 2025

કચ્છ, દાહોદ, નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત ઉત્તર ગુજરાત સિવાય રાજ્યભરમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આ આગાહીને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લાઓના ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવા અને નાગરિકોને સલામત રહેવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ સજ્જ છે.