Gujarat Weather Today: ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: અગાઉના ત્રણ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather Update

Gujarat Weather Today: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. આ આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં “રેડ એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદ (રેડ એલર્ટ)

ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ અને ભારે પવન (ઓરેન્જ એલર્ટ)

પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના માટે “ઓરેન્જ એલર્ટ” જાહેર કરાયું છે.

અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ

આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi