Gujarat Weather: ગુજરાતમાં ગઇકાલથી વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અનેક ભાગોમાં વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 મે સુધી રાજ્યમાં માવઠાનો માહોલ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી આગાહી અનુસાર, 7 મે, 2025ના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

8 મે, 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.

9 થી 11 મે, 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
12 મે, 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે 7 મે થી 10 મે સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી આપી છે.