Gujarat Weather Today: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત! હવામાન વિભાગની 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 મેથી 6 મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Follow Us:

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. આજે 30 એપ્રિલ, બુધવારના રોજ હવામાન વિભાગે અમદાવાદ, કચ્છ, બોટાદ, મોરબી, અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 મેથી 6 મે દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી:

  • 3 મે, 2025: કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
  • 4 મે, 2025: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
  • 5 મે, 2025: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે.
  • 6 મે, 2025: સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ઉત્તર-મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટરે જણાવ્યું કે, આજે રાજ્યના પાંચ જિલ્લામાં હીટવેવની શક્યતા છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi