Gujarat Weather Today: 17 એપ્રિલ સુધી રાજકોટ, કચ્છ, સાબરકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ

Gujarat Weather Forecast: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આગામી 20 એપ્રિલ સુધી રાજ્યનું હવામાન કેવું રહેશે?

Follow Us:

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ સુધી ચાર જિલ્લાઓમાં ભારે ગરમીને લઈને ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસમાં મહતમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની હવામાન વિભાગની આગાહી છે. આ સાથે જ આ ત્રણ દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. જો કે, 18 20 એપ્રિલ દરમિયાન કોઈ ચેતવણી નથી. એટલે હવામાન સામાન્ય રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

Image Credit: Canva