Gujarat Weather: આજે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે આજે વધુ જોર પકડ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે, 7 મે 2025ના રોજ અમદાવાદ શહેર સહિત અમરેલી, ભાવનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather Today: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે આજે વધુ જોર પકડ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે, 7 મે 2025ના રોજ અમદાવાદ શહેર સહિત અમરેલી, ભાવનગર, આણંદ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, બોટાદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, આજે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ અને વલસાડ જિલ્લામાં તીવ્ર મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, બોટાદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં પણ તીવ્ર મેઘગર્જના સાથે ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તીવ્ર મેઘગર્જના થઈ શકે છે.

આવતીકાલે, 8 મે 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 9 થી 12 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે.

13 મેના રોજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.