ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: અનેક જિલ્લાઓમાં માવઠાનું સંકટ યથાવત

આજનું હવામાન: આજથી આગામી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આજે 16 મેના રોજ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું વરસી શકે છે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather Today | આજનું હવામાન ગુજરાત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગ દ્વારા આજે વધુ 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ખેડૂતો પર માવઠાનો માર યથાવત્ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે, બીજી તરફ રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી આગામી છ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે 16 મેના રોજ સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આગાહી અનુસાર, આજે વડોદરા. રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત, આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ યથાવત્ છે. 17 મેના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 18 અને 19 મેના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 20 અને 21 મેના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.