Gujarat Weather Today 07 March 2025, આજનું હવામાન: ગુજરાતમાં આ દિવસોમાં ભીષણ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યારબાદથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેમાંથી કેટલાક શહેરોમાં તો તાપમાન 40 ડિગ્રીને પણ પાર કરી ગયું છે. આ દરમિયાન, હવામાન વિભાગે 7થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ભીષણ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે અને કેટલાક શહેરો માટે હીટવેવનું રેડ એલર્ટ જારી કર્યું છે.
હીટવેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીષણ ગરમીની આગાહી કરી છે. 7 એપ્રિલે કચ્છમાં હીટવેવના કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં લૂ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં ભીષણ ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે.
10 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ યથાવત
8 અને 9 એપ્રિલે કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડવાની શક્યતા છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં લૂ ચાલવાની શક્યતાને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જારી કરાયું છે. 10 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાઓના અલગ-અલગ વિસ્તારોમાં લૂની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પણ તાપમાને 43 ડિગ્રી સપાટી સ્પર્શી
રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન ઉચકાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાને 43 ડિગ્રી પહોંચી ગયું છે. જ્યારે રાજ્યના પાટનગરમાં 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અત્યારે બપોરના સમયે આકાશમાંથી આગ વરસી રહી છે. બપોરના સમયે રસ્તાઓ ઉપર લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં બે દિવસ ગરમીનું રેડ એલર્ટ
ગુજરાતમાં ઉનાળાનો આકરો બનતો જાય છે ત્યારે હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી છે. આજે 7 એપ્રિલ 2025ના રોજ કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ દિવસમાં હીટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 43.0 | 24.5 |
ડીસા | 43.3 | 23.0 |
ગાંધીનગર | 42.5 | 24.6 |
વિદ્યાનગર | 41.4 | 24.6 |
વડોદરા | 41.8 | 24.8 |
સુરત | 40.8 | 24.8 |
વલસાડ | – | – |
દમણ | 37.8 | 23.8 |
ભૂજ | 43.0 | 25.1 |
નલિયા | 38.6 | 18.4 |
કંડલા પોર્ટ | 40.8 | 24.0 |
કંડલા એરપોર્ટ | 45.6 | 26.4 |
અમરેલી | 42.9 | 00 |
ભાવનગર | 40.4 | 25.6 |
દ્વારકા | 32.4 | 25.4 |
ઓખા | 33.4 | 25.2 |
પોરબંદર | 37.7 | 22.8 |
રાજકોટ | 43.9 | 24.4 |
વેરાવળ | 31.8 | 23.3 |
દીવ | 39.1 | 22.8 |
સુરેન્દ્રનગર | 44.2 | 26.0 |
મહુવા | 38.6 | 23.1 |
કેશોદ | 42.1 | 21.9 |