Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજાની પધરામણી, આગામી ચાર દિવસ વાતાવરણમાં પલટો; ગાજવીજ સાથે વરસાદની સંભાવના

Gujarat Weather Today | આજનું હવામાન: ગુજરાતના હવામાનમાં આગામી ચાર દિવસ દરમિયાન મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે જાણો આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા ... Read more

Published By:

Updated:

Follow Us:

gujarat weather

Gujarat Weather Today | આજનું હવામાન: ગુજરાતના હવામાનમાં આગામી ચાર દિવસ દરમિયાન મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ત્યારે જાણો આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આગામી દિવસોની વાત કરીએ તો, 15 મેના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ત્યારબાદ, 16 અને 17 મેના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આમ, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.