Gujarat Weather: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, 4 જિલ્લામાં રેડ એલર્ટ; આગામી 7 દિવસ વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ચોમાસા પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. 62-87 કિ.મી./કલાકની ઝડપે પવનની આગાહી.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather

Gujarat Weather Today | આજનું હવામાન: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરીને “રેડ એલર્ટ” જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. આગામી 4-5 દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે, જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. હાલ ગુજરાત પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 26 મે સુધી વરસાદી માહોલ રહેશે.

ક્યાં કેવો વરસાદ પડશે?

  • રેડ એલર્ટ (ભારે વાવાઝોડા સાથે વરસાદ – 62-87 કિમી/કલાક પવન): ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી.
  • ઓરેન્જ એલર્ટ (મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ – 41-61 કિમી/કલાક પવન): સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગરહવેલી.
  • મધ્યમ વરસાદ: ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, ખેડા, પંચમહાલ.
  • હળવો વરસાદ (યલો એલર્ટ): મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગર.

સતત સાત દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

Gujarat Weather Map

Gujarat Weather Map

Gujarat Weather Map

ગુજરાતમાં સારું ચોમાસું જોવા મળશે

હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે: એક રાજસ્થાન તરફ અને બીજી અરબી સમુદ્રમાં. અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થશે. ચોમાસા માટે દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે અને 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે.