Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી મેઘમહેર, આગામી અઠવાડિયા માટે ભારે વરસાદ અને ગાજવીજની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પર પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.