અભૂતપૂર્વ સિદ્ધિ! અમદાવાદની ઈશાનીએ CBSE ધોરણ 12માં મેળવ્યા 500 માંથી 500 ગુણ!

Ishani Debnath Ahmedabad CBSE 12th Topper 2025

CBSE 12th Result 2025: CBSE ધોરણ 12ના પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે 500 માંથી 500 ગુણ મેળવી ઇતિહાસ રચ્યો છે. તમામ વિષયોમાં 100 ટકા ગુણ. આવી માર્કશીટ ભાગ્યે જ જોવા મળે છે, જેમાં વિદ્યાર્થીએ તમામ વિષયોમાં 100 ટકા ગુણ મેળવ્યા હોય.

IIM Ahmedabad: IIM અમદાવાદ કેમ્પસ અને કેન્ટીનની મોજમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા, તસવીરો વાયરલ

iim-ahmedabad-campus-amitabh-bachchans-granddaughter-navya

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા IIM અમદાવાદમાં અભ્યાસ કરે છે. તેણે કેમ્પસ અને મિત્રો સાથે કેન્ટીનની તસવીરો શેર કરી, અમદાવાદને “બીજું ઘર” કહ્યું.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાના નામે થશે

ગુજરાત સરકારે તમામ સરકારી પ્રાથમિક શાળાની જમીન શાળાના નામે કરવા આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગે તમામ જીલ્લાઓને ઉનાળુ વેકેશન દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે. ભૂલ થાય તો જિલ્લા અધિકારી જવાબદાર રહેશે.

Ahmedabad News: અમદાવાદનો વેપારી ડેટિંગ એપમાં ફસાયો, પ્રેમજાળમાં લૂંટાઈ ગયા 1.66 કરોડ!

અમદાવાદમાં ડેટિંગ એપ પરથી વેપારી સાથે 1.66 કરોડની છેતરપિંડી! યુવતી અને સાથીએ પ્રેમમાં ફસાવી દિલ્હી બોલાવ્યો, પોલીસ કેસની ધમકી આપીને રૂપિયા પડાવ્યા. ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઔરંગાબાદથી ધરપકડ કરી.

Ahmedabad News: એકતરફી પ્રેમનો ભયાનક અંત, પાગલ પ્રેમીએ બાઇકની ચાવી મારી યુવકની હત્યા કરી

અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકા સાથે જતા યુવકની નિર્દય હત્યા કરી. રવિવારે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી.

Ahmedabad News: શેલાની ક્લબ ઓ7માં પોલીસનો સપાટો, દારૂની મહેફિલ માણતા યુવતીઓ સહિત 9 ઝડપાયા; લાખોનો મુદ્દામાલ જપ્ત

શેલા વિસ્તારમાં આવેલી ક્લબ ઓ7માં બોપલ પોલીસે દરોડો પાડીને દારૂ પી રહેલા નવ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં એક યુવતી અને આઠ યુવકોનો સમાવેશ થાય છે.

PBKS vs MI IPL 2025: ધર્મશાળાની મેચ હવે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં, મુંબઈ-પંજાબ વચ્ચે જામશે જંગ

આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Gujarat Rain: મેમાં અષાઢી માહોલ! ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડક, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો

Gujarat Unseasonal Rain

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેનાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. અમદાવાદ, વડોદરા, ભાવનગર જેવા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી વધુ ઘટતાં ઠંડકનો અનુભવ થયો.

Mumbai-Gandhinagar Vande Bharat: મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં કોચની સંખ્યા વધશે

મુંબઈ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Bomb Threat: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી આવ્યો ઈ-મેલ; પોલીસ તપાસ શરૂ

અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.