Gujarati Shravan Month 2025 Start and End Date: હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો આ વર્ષે ગુજરાતમાં 25 જુલાઈ, 2025 થી શરૂ થઈ રહ્યો છે અને 23 ઓગસ્ટ, 2025 ના રોજ તેનું સમાપન થશે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ભક્તો દ્વારા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના કષ્ટો દૂર થાય છે તેવી પ્રબળ ધાર્મિક માન્યતા છે.
શ્રાવણ સોમવાર વ્રતનું વિશેષ મહત્વ
શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર વગેરે અર્પણ કરીને જળાભિષેક કરે છે. આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે. શ્રાવણનો પ્રથમ સોમવાર 28 જુલાઈ, 2025 ના રોજ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ વર્ષના શ્રાવણ સોમવાર વ્રતની તારીખો નીચે મુજબ છે:
- 28 જુલાઈ, 2025 – પ્રથમ શ્રાવણ સોમવાર વ્રત
- 4 ઓગસ્ટ, 2025 – બીજો શ્રાવણ સોમવાર વ્રત
- 11 ઓગસ્ટ, 2025 – ત્રીજો શ્રાવણ સોમવાર વ્રત
- 18 ઓગસ્ટ, 2025 – ચોથો શ્રાવણ સોમવાર વ્રત
શ્રાવણ માસમાં પૂજા વિધિ
- શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભક્તોએ સવાર અને સાંજના સમયે શિવજીની પૂજા કરવી જોઈએ.
- શિવમંદિરમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરવું.
- શિવજીને બેલપત્ર, ભાંગ, ધતૂરા, સમીના પાન વગેરે અર્પિત કરવા.
- જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખો છો, તો શ્રાવણ વ્રત કથા અવશ્ય વાંચવી.
- પૂજામાં ભગવાનને ફળો, મીઠાઈઓ, ખીર વગેરે ભોગરૂપે અર્પણ કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે.
શ્રાવણ સોમવાર મંત્ર (Shravan Somwar Mantra)
- ॐ नमः शिवायः
- शंकराय नमः।
- ॐ महादेवाय नमः।
- ॐ महेश्वराय नमः।
- ॐ श्री रुद्राय नमः।
- ॐ नील कंठाय नमः।
શ્રાવણ મહિનામાં કરો આ મંત્રોનો જાપ
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालं ओम्कारम् अमलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।।
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
नमामिशमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं।।
શિવ નમસ્કાર મંત્ર
शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।।
ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥