Shravan Month 2025: વર્ષ 2025માં શ્રાવણ ક્યારે શરૂ થશે, કેટલા સોમવાર હશે, 4 કે 5? જાણો સંપૂર્ણ વિગત

શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસોનું ધાર્મિક રીતે ખાસ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ વર્ષે પણ શ્રાવણના પવિત્ર દિવસો ભક્તો માટે ભોલેનાથની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ સમય સાબિત થશે.

Follow Us:

Shravan Month 2025 Date | શ્રાવણ મહિનો 2025: શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ પવિત્ર સમય દરમિયાન ભક્તો ભોલેનાથની પૂજા-અર્ચના કરે છે અને સોમવારના દિવસે ઉપવાસ રાખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. માન્યતાઓ અનુસાર, શ્રાવણ સોમવારના ઉપવાસથી જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સારો જીવનસાથી ઈચ્છનારા લોકો માટે આ ઉપવાસ ખૂબ જ ફળદાયી ગણાય છે.

લોકોમાં હાલ આ પ્રશ્ન છે કે વર્ષ 2025માં શ્રાવણ કેટલા દિવસ ચાલશે અને તેમાં કેટલા સોમવાર આવશે. તો આવો જાણીએ આ અંગેની સંપૂર્ણ માહિતી અને ઉપવાસનું મહત્વ.

પ્રથમ શ્રાવણ સોમવારનો ઉપવાસ ક્યારે છે? જાણો તમામ મહત્વની તારીખો

વર્ષ 2025માં શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. આ વર્ષે શ્રાવણ માસ 25 જુલાઈ 2025થી શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે. આ દરમિયાન, શ્રદ્ધાળુઓ માટે કુલ ચાર સોમવારના ઉપવાસ આવશે. શ્રાવણનો પ્રથમ સોમવાર 28 જુલાઈના રોજ પડશે, જ્યારે છેલ્લો સોમવાર 18 ઓગસ્ટના રોજ આવશે.

શ્રાવણ 2025 સોમવારની તારીખ

  • શ્રાવણનો પહેલો સોમવાર – 28 જુલાઈ 2025
  • શ્રાવણનો બીજો સોમવાર – 4 ઓગસ્ટ 2025
  • શ્રાવણનો ત્રીજો સોમવાર – 11 ઓગસ્ટ 2025
  • શ્રાવણનો ચોથો સોમવાર – 18 ઓગસ્ટ 2025

શ્રાવણ સોમવારના વ્રતનું મહત્વ

પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર વિશેષ વિહાર કરે છે. આ દરમિયાન, સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવું, બેલપત્ર ચઢાવવું અને ઉપવાસ રાખવો અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે.

અપરિણીત છોકરીઓ આ વ્રત ભગવાન શિવને પોતાના ઈચ્છિત જીવનસાથી રૂપે માનીને રાખે છે, જેથી તેમને શ્રેષ્ઠ પતિ મળી શકે. બીજી તરફ, પરિણીત મહિલાઓ પતિના આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે શ્રદ્ધાથી આ ઉપવાસ કરે છે. સમગ્ર માસ દરમિયાન ભક્તો ઉપવાસ, પૂજા, જાપ અને રુદ્રાભિષેક દ્વારા ભોળેનાથના આશીર્વાદ મેળવવા પ્રયત્ન કરે છે.

શ્રાવણમાં શું કરવું?

  • દરરોજ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરો અને શિવલિંગ પર જળ, દૂધ, દહીં, ઘી, મધ વગેરેથી અભિષેક કરો.
  • સોમવારે ઉપવાસ રાખો અને સાત્વિક, શુદ્ધ ભોજન કરો.
  • “ॐ નમઃ શિવાય” અને “મહામૃત્યુંજય મંત્ર”નો નિયમિત જાપ કરો.
  • દરરોજ શિવજીની આરતી કરો અને ભજન-કીર્તનમાં જોડાઓ.
  • જીવનમાં શિસ્ત, બ્રહ્મચર્ય અને સેવા ભાવના અપનાવો.
  • જરૂરિયાતમંદોને દૂધ કે દૂધના ઉત્પાદનોનું દાન કરો.

શ્રાવણમાં શું ન કરવું?

  • માંસાહારી અને તામસિક ખોરાકનું સેવન ટાળો.
  • ક્રોધ, અપશબ્દો, ઝઘડા અને અન્ય નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહો.
  • શિવલિંગ પર હળદર અથવા કેતકીના ફૂલ ન ચઢાવો.
  • દિવસે વધુ ઊંઘ લેવી ટાળો.