Hindu Festivals In July 2025: હિન્દુ કેલેન્ડર મુજબ જુલાઈ મહિનો વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મહિને અનેક એવા ઉપવાસ અને તહેવારો આવે છે જે ફક્ત ભક્તિભાવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ પરિવાર, પરંપરા અને પ્રકૃતિ સાથે જોડાણ વધારવાનું પણ કામ કરે છે.
જુલાઈ મહિનામાં ભગવાન વિષ્ણુની શયનાવસ્થાની શરૂઆત દર્શાવતી દેવશયની એકાદશી, ગુરુની મહિમા ઉજવતો ગુરુ પૂર્ણિમા, તથા કુદરત પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતો હરિયાળી અમાવસ્યા જેવા પવિત્ર તહેવારો ઉજવવામાં આવશે. ઉપરાંત, આ જ મહિને શ્રાવણ મહિનાની શરૂઆત પણ થવાની છે, જે ભગવાન શિવની આરાધનાનું સૌથી મહત્વપૂર્ણ સમયગાળું માનવામાં આવે છે. જુલાઈ મહિનો ભક્તિ, પર્યાવરણ અને જીવનમૂલ્યોના ઉજવણીનો મહિનો છે- જેમાં શિવ, વિષ્ણુ અને માતા ગૌરીની પૂજા સાથે સાથે સંસ્કૃતિને પણ ઉજવવામાં આવે છે.
જુલાઈ મહિનાના મુખ્ય તહેવારો – Hindu Festivals In July 2025
દેવશયની એકાદશી – 6 જુલાઈ, રવિવાર
ભક્તિથી ભરેલું આ પાવન ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વિષ્ણુ ભગવાન યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસ શરૂ થાય છે. ભક્તો ઉપવાસ રાખીને વિષ્ણુજીની આરાધના કરે છે અને દાન-પુણ્ય કરીને આશીર્વાદ મેળવે છે.
ગુરુ પૂર્ણિમા – 10 જુલાઈ, ગુરુવાર
ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો તહેવાર. આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું સન્માન કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના રોજ થયો હતો, તેથી આ તિથિને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રાવણ – 11 જુલાઈ, શુક્રવારથી શરૂઆત
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 11 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર 14 જુલાઈએ છે જ્યારે છેલ્લો સોમવાર 4 ઓગસ્ટના રોજ છે. આ વર્ષે શ્રાવણ સોમવાર ચાર આવશે.
આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસ 25 જુલાઈ 2025થી શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે. આ દરમિયાન, શ્રદ્ધાળુઓ માટે કુલ ચાર શ્રાવણ સોમવારના ઉપવાસ આવશે. શ્રાવણનો પ્રથમ સોમવાર 28 જુલાઈના રોજ પડશે, જ્યારે છેલ્લો સોમવાર 18 ઓગસ્ટના રોજ આવશે.
મંગળા ગૌરી વ્રત – 15 જુલાઈ, મંગળવારથી શરૂઆત
માતા ગૌરીને સમર્પિત આ વ્રત પરિણીત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રતથી વૈવાહિક જીવન સુખમય બને છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું આ વ્રત ચાર મંગળવારે મનાવવામાં આવે છે.
શ્રાવણ શિવરાત્રી – 23 જુલાઈ, બુધવાર
આ પવિત્ર રાત્રિ ભગવાન શિવને અર્પિત છે. શ્રાવણ મહિનાની શિવરાત્રીનું મહત્વ ઘણું ઊંડું છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને શ્રદ્ધાથી શિવલિંગને જળ, દૂધ, બેલપત્ર અને ફૂલો ચઢાવી પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે કરેલી પૂજા તમામ પાપોનો નાશ કરે છે, અકાળમૃત્યુના ભયથી બચાવે છે અને ઈચ્છિત જીવનસાથી મળે છે.
હરિયાળી તીજ – 27 જુલાઈ, રવિવાર
શ્રાવણના શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવાતો આ તહેવાર સ્ત્રીઓ માટે અત્યંત મહત્વનો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. મહિલાઓ આ દિવસે શૃંગાર કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને સુખી દાંપત્ય જીવનની પ્રાર્થના કરે છે.
નાગ પંચમી – 29 જુલાઈ, મંગળવાર
શ્રાવણ મહિનાની શુક્લ પંચમી પર ઉજવાતો આ તહેવાર નાગ દેવતાઓને સમર્પિત છે. ભગવાન શિવના ગળામાં વસતા નાગ દેવની પૂજાથી સાપના ભયમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં શાંતિ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે દૂધથી નાગદેવતાને અભિષેક કરવામાં આવે છે અને ખાસ સ્તોત્રોનું પઠન થાય છે.
જુલાઈ 2025ના મુખ્ય તહેવારો – Hindu Festivals In July 2025
તહેવાર/વ્રત | તારીખ |
અષાઢ અષ્ટાહનિકા શરૂ | 2 જુલાઈ 2025 |
માસિક દુર્ગાષ્ટમી | 3 જુલાઈ 2025 |
ગૌરી વ્રત શરૂ | 6 જુલાઈ 2025 |
દેવશયની એકાદશી | 6 જુલાઈ 2025 |
વાસુદેવ દ્વાદશી | 7 જુલાઈ 2025 |
જયાપાર્વતી વ્રત શરૂ | 8 જુલાઈ 2025 |
પ્રદોષ વ્રત | 8 જુલાઈ 2025 |
અષાઢ ચૌમાસી ચૌદસ | 9 જુલાઈ 2025 |
કોકિલા વ્રત | 10 જુલાઈ 2025 |
ગુરુ પૂર્ણિમા | 10 જુલાઈ 2025 |
વ્યાસ પૂજા | 10 જુલાઈ 2025 |
ગૌરી વ્રત સમાપ્ત | 10 જુલાઈ 2025 |
અષાઢ અષ્ટાહનિકા સમાપ્ત | 10 જુલાઈ 2025 |
અષાઢ પૂર્ણિમા વ્રત | 10 જુલાઈ 2025 |
શ્રાવણ શરૂ (ઉત્તર ભારત) | 11 જુલાઈ 2025 |
જયાપાર્વતી વ્રત સમાપ્ત | 13 જુલાઈ 2025 |
પ્રથમ શ્રાવણ સોમવારનું વ્રત | 14 જુલાઈ 2025 |
ગજાનન સંકષ્ટી ચતુર્થી | 14 જુલાઈ 2025 |
પ્રથમ મંગળા ગૌરી વ્રત | 15 જુલાઈ 2025 |
કર્ક સંક્રાંતિ | 16 જુલાઈ 2025 |
કાલાષ્ટમી | 17 જુલાઈ 2025 |
માસિક કાર્તિગાઈ | 20 જુલાઈ 2025 |
બીજા શ્રાવણ સોમવારનું વ્રત | 21 જુલાઈ 2025 |
કામિકા એકાદશી | 21 જુલાઈ 2025 |
બીજું મંગળા ગૌરી વ્રત | 22 જુલાઈ 2025 |
શ્રાવણ શિવરાત્રી | 23 જુલાઈ 2025 |
હરિયાળી અમાવસ્યા | 24 જુલાઈ 2025 |
શ્રાવણ શરૂ (ગુજરાત) | 25 જુલાઈ 2025 |
ચંદ્ર દર્શન | 26 જુલાઈ 2025 |
હરિયાળી તીજ | 27 જુલાઈ 2025 |
ત્રીજા શ્રાવણ સોમવારનું વ્રત | 28 જુલાઈ 2025 |
વિનાયક ચતુર્થી | 28 જુલાઈ 2025 |
નાગ પંચમી | 29 જુલાઈ 2025 |
સ્કંદ ષષ્ઠી | 30 જુલાઈ 2025 |
તુલસીદાસ જયંતિ | 31 જુલાઈ 2025 |