Operation Sindoor: આતંકી અડ્ડા ધ્વસ્ત કર્યા બાદ ભારતનું પ્રથમ નિવેદન, કહ્યું- પાકિસ્તાન સાથે યુદ્ધનો ઈરાદો નથી, માત્ર આતંકવાદીઓને જ નિશાન બનાવ્યા

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ સફળ એર સ્ટ્રાઈક બાદ ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.

Published By:

Updated:

Follow Us:

Operation Sindoor

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ સફળ એર સ્ટ્રાઈક બાદ ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા એક સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.

આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે “ઓપરેશન સિંદૂર”નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. ભારતે આ કાર્યવાહી પાડોશી દેશ પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના યુદ્ધમાં ઉતરવાના ઈરાદાથી કરી નથી.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઓપરેશન સિંદૂર”: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા આતંકવાદી શિબિરો પર ચોક્કસ નિશાન સાથે હુમલો કરવામાં આવ્યો. થોડા સમય પહેલાં, ભારતીય સશસ્ત્ર દળોએ “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના એવા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હતું. આ ઓપરેશનમાં કુલ નવ (9) સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે.”

પ્રેસ રિલીઝમાં ભારતે પોતાની કાર્યવાહીનો બચાવ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “અમારી આ કાર્યવાહી કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાઓને નિશાન બનાવવામાં આવી નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને હુમલાની પદ્ધતિમાં અત્યંત સંયમ દાખવ્યો છે. આ પગલાં તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યા છે, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે “ઓપરેશન સિંદૂર” અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.”

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi