Surat Municipal Corporation (SMC) Recruitment 2025 (સુરત મહાનગરપાલિકા ભરતી): જો તમે સુરતમાં રહો છો, અને હાલમાં નોકરીની શોધમાં છો તો તમારા માટે એક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ 83 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમે ભરતી કરી શકો છો. સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હેઠળ વિવિધ માધ્યમોની શાળાઓમાં વિવિધ વિષયોના કરારીય શિક્ષકોની ભરતી માટે, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ નં. 499/2025, તા. 12/03/2025 અનુસાર 11 માસ માટે કરાર આધારિત નિયુક્તિ કરવામાં આવશે.
ગુજરાતમાં ચાલી રહેલી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધિત સમાચાર વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો।
આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. નિર્ધારિત લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રતિક્ષા યાદી માટે પણ અરજી કરી શકે છે. આ ભરતી માસિક ફિક્સ વેતન ધોરણે કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી – SMC Recruitment 2025
સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 83 |
વય મર્યાદા | 18-40 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/04/2025 |
ક્યાં અરજી કરવી | https://www.suratmunicipal.gov.in |
વિવિધ પોસ્ટની વિગતો – SMC Recruitment 2025
ક્રમ | માધ્યમ | વિષય | જરૂરી શિક્ષકોની સંખ્યા |
1 | ગુજરાતી | ગણિત/વિજ્ઞાન | 16 |
સમાજવિદ્યા | 5 | ||
અંગ્રેજી | 8 | ||
ગુજરાતી | 6 | ||
સંસ્કૃત | 3 | ||
કમ્પ્યુટર | 3 | ||
2 | મરાઠી | ગણિત/વિજ્ઞાન | 10 |
સમાજવિદ્યા | 2 | ||
અંગ્રેજી/હિન્દી | 4 | ||
કમ્પ્યુટર | 1 | ||
3 | હિન્દી | ગણિત/વિજ્ઞાન | 4 |
સમાજવિદ્યા | 2 | ||
ગુજરાતી | 1 | ||
સંસ્કૃત | 1 | ||
અંગ્રેજી | 1 | ||
કમ્પ્યુટર | 1 | ||
4 | ઉડિયા | ગણિત/વિજ્ઞાન | 1 |
સમાજવિદ્યા | 1 | ||
અંગ્રેજી/હિન્દી | 1 | ||
ગુજરાતી | 1 | ||
ઉડિયા | |||
5 | ઉર્દૂ | ગણિત/વિજ્ઞાન | 1 |
અંગ્રેજી/હિન્દી | 1 | ||
6 | અંગ્રેજી | ગણિત/વિજ્ઞાન | 2 |
સમાજવિદ્યા | 2 | ||
ગુજરાતી | 2 | ||
સંસ્કૃત | 1 | ||
કમ્પ્યુટર | 1 |
શૈક્ષણિક લાયકાત:
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ ના લક્ષ્યો અનુસાર ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલ લાયકાત મુજબ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક) પરીક્ષા પાસ થયેલા ઉમેદવારો અરજી માટે પાત્ર ગણાશે.
આ ઉપરાંત, ભવિષ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી TAT (માધ્યમિક) પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ આ ભરતી માટે પાત્ર રહેશે.
વય મર્યાદા:
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 40 વર્ષ
ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના રોજના આધારે કરવામાં આવશે.
મેરીટ લિસ્ટ તૈયારી પદ્ધતિ:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે પ્રસિદ્ધ કરવામાં આવતા TAT (માધ્યમિક) પરીક્ષાના તાજા પરિણામના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
પગાર:
ફિક્સ વેતન: ₹24,000/- (ચોવીસ હજાર રૂપિયા)
કરારનો સમયગાળો:
કરારની અવધિ: 11 (અગિયાર) માસ. કરાર પૂર્ણ થતા તે આપમેળે રદ થયેલ ગણાશે.
અરજી ફી:
ઉમેદવારો માટે કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
પસંદગી પ્રક્રિયા:
શૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉલ્લેખિત જગ્યાઓ માટે પૂર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ લાવવી ફરજિયાત રહેશે. આ ભરતી નિયમ મુજબ ફિક્સ વેતન પર કરાર આધારીત રહેશે અને અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા કે નાણાંકીય લાભ આપવામાં આવશે નહીં.

ઓનલાઈન અરજી પ્રક્રિયા:
ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર તા. 26/03/2025 (સવાર 11:00 વાગ્યા થી) થી 15/04/2025 (રાત્રિ 11:00 વાગ્યા સુધી) ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે વિગતવાર જાહેરાત તેમજ મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.0261-2423751-56 એકસ-231 અથવા એકસ-299 ઉપર સંપર્ક કરવો.
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:
- સૌથી પહેલા સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર જાઓ.
- વેબસાઈટના મેનુ સેકશનમાંથી કરિયર ઓપ્શન પસંદ કરો અને તેમાં ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો, જેના પછી તમને યુનિક આઈડી અને પાસવર્ડ મળશે.
- આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- તમારું વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો, તેમજ આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
- તમામ વિગતોની સમીક્ષા કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.