Income Tax Recruitment 2025 (ઈન્કમ ટેક્સ ભરતી): રમતગમતમાં કૌશલ્ય દર્શાવ્યા બાદ સરકારી નોકરીની શોધમાં રહેલા ખેલાડીઓ માટે આવકવેરા વિભાગે ઉત્તમ તક આપી છે. ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ અને MTS પદ માટે સ્પોર્ટ્સપર્સનની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. સંપૂર્ણ વિગતો અને અરજી પ્રક્રિયા જાણવા માટે સત્તાવાર નોટિફિકેશન તપાસો.
ઈન્કમ ટેક્સ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.
ઇન્કમ ટેક્સ ભરતીની મહત્વની જાણકારી
સંસ્થા | આવકવેરા વિભાગ (Income Tax) |
પોસ્ટ | સ્ટેનોગ્રાફર, ટેક્સ આસિસ્ટન્ટ, MTS |
ક્વોટા | સ્પોટ્સ |
જગ્યા | 56 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5-4-2025 |
વય મર્યાદા | 18 વર્ષથી 27 વર્ષ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ક્યાં અરજી કરવી | www.incometaxhyderabad.gov.in |
પોસ્ટની જાણકારી
પદ | કુલ જગ્યા |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 | 2 |
ટેક્સ આસિસ્ટન્ટ | 28 |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ(MTS) | 26 |
કુલ | 56 |
કઈ રમત માટે કેટલી જગ્યા
આ ભરતી ક્રિકેટ, સ્વિમિંગ, ફૂટબોલ, બોડી બિલ્ડિંગ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ, બાસ્કેટબોલ અને કબડ્ડી સહિત કુલ 17 રમતો માટે છે.
રમત | પુરુષ | મહિલા |
એથલેટિક્સ | 3 | 3 |
બેડમિન્ટન | 2 | 2 |
બિલિયાર્ડ એન્ડ સ્નૂકર્સ | 1 | 0 |
બાસકેટબોલ | 4 | 0 |
બોડી બિલ્ડિંગ | 1 | 0 |
બ્રીઝ | 1 | 1 |
કેરમ | 1 | 1 |
ચેસ | 1 | 1 |
ક્રિકેટ | 4 | 0 |
ફૂટબોલ | 4 | 0 |
હોકી | 4 | 0 |
કબડ્ડી | 4 | 0 |
સ્ક્વોશ | 1 | 1 |
સ્વિમિંગ | 2 | 2 |
ટેનિસ | 2 | 2 |
ટેબલ ટેનિસ | 2 | 2 |
વોલિબોલ | 4 | 0 |
કુલ | 41 | 15 |
ઈન્કમ ટેક્સ ભરતી 2025 – શૈક્ષણિક લાયકાત
- સ્ટેનોગ્રાફર ગ્રેડ II: 12મું પાસ અથવા સમકક્ષ
- કર સહાયક (Tax Assistant – TA): સ્નાતક ડિગ્રી
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): 10મું પાસ
વિશેષ લાયકાત:
- અંતરરાષ્ટ્રીય (International) અને રાષ્ટ્રીય (National) ટૂર્નામેન્ટ
- ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ
- ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ / યુથ ગેમ્સ / વિન્ટર ગેમ્સ / પેરા ગેમ્સ
- અન્ય માન્ય નેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ
લાયક ઉમેદવારો માટે આ એક અનોખી તક છે, જે રમતગમતના ક્ષેત્રમાં પ્રદાન કરાયેલા પ્રદર્શનના આધારે સરકારી નોકરી મેળવી શકે.
પગાર:
પોસ્ટ | પગાર (પ્રતિ માસ) |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (સ્ટેનો) | 25,500-81,100 રૂપિયા |
કર સહાયક (TA) | 25,500-81,100 રૂપિયા |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) | 18,000-56,900 રૂપિયા |
વય મર્યાદા:
- સ્ટેનોગ્રાફર ગ્રેડ II: 18 થી 27 વર્ષ
- મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): 18 થી 25 વર્ષ
ઉમેદવારો માટે ઉંમર છૂટછાટ:
- OBC/સામાન્ય: 5 વર્ષ
- SC/ST: 10 વર્ષ (સરકારી નિયમો મુજબ)
કેવી રીતે અરજી કરવી?
- ઇન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometaxhyderabad.gov.in પર જાઓ.
- Recruitment વિભાગમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવું.
- છેલ્લી તારીખ: 05 એપ્રિલ 2025 સુધી અરજી કરવી જરૂરી.