Gujarat Talati Bharti 2025: સમગ્ર ગુજરાતમાં તલાટી કમ મંત્રીની ભરતી શરૂ, બનાસકાંઠામાં સૌથી વધુ જગ્યાઓ

Gujarat Panchayat Bharti 2025: ગુજરાત પંચાયત ભરતી અંતર્ગત તલાટી કમ મંત્રીની ભરતી હેઠળ વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર તેમજ મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Follow Us:

Gujarat Panchayat Bharti, Talati Bharti, GPSSB Recruitment (ગુજરાત પંચાયત ભરતી 2025): ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીના કુલ 238 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ જગ્યાઓ છે. આ ખાસ ભરતી ઝુંબેશ દિવ્યાંગ ઉમેદવારો માટે શરૂ કરવામાં આવી છે.

મંડળ દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી સંબંધિત તમામ વિગતો, જેમ કે પદની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવાની પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી ગુજ્જુ ભૂમિના આ લેખમાં મેળવો.

તલાટી કમ મંત્રી ભરતીની મહત્વપૂર્ણ જાણકારી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટતલાટી કમ મંત્રી
જગ્યા238
ભરતીદિવ્યાંગ ભરતી ઝુંબેશ
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની શરૂઆતની તારીખ15-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ15-5-2025

ગુજરાત પંચાયત ભરતી પોસ્ટની જાણકારી

જિલ્લા પંચાયતભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
અમદાવાદ9
અમરેલી8
આણંદ8
અરવલ્લી5
બનાસકાંઠા21
ભારુચ10
ભાવનગર6
બોટાદ3
છોટા ઉદેપુર3
દાહોદ4
દેવભૂમિ દ્વારકા6
ડાંગ1
ગાંધીનગર6
ગીર સોમનાથ5
જામનગર8
જૂનાગઢ7
ખેડા14
મહીસાગર6
મહેસાણા4
મોરબી3
નર્મદા9
નવસારી6
પંચમહાલ4
પાટણ11
પોરબંદર2
રાજકોટ12
સાબરકાંઠા11
સુરેન્દ્રનગર6
તાપી3
વડોદરા12
વલસાડ3
કુલ238

તલાટી કમ મંત્રી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અનિવાર્ય છે.
  • કમ્પ્યુટર ઓપરેટિંગનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અને હિન્દી ભાષાનો પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

તલાટી કમ મંત્રી ભરતી માટે વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર ન્યુનતમ 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે, સરકારના ધોરણો અને દિવ્યાંગતાના પ્રકાર અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • ઉમેદવારોએ વધુ વિગતો માટે સરકારી નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું.

તલાટી કમ મંત્રી ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી માટે આવેદન પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે, જે 15 મે 2025 સુધી ચાલુ રહેશે. આ સમયગાળામાં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.

તલાટી કમ મંત્રી ભરતી માટે અરજી કરવાની રીત

  • સૌથી પહેલાhttps://ojas.gujarat.gov.in/ પર લોગિન કરો.
  • હોમપેજ પર ‘Current Advertisement’ ઓપ્શન પસંદ કરો.
  • અહીં તમને વિવિધ ભરતીની વિગતો દેખાશે.
  • જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે જગ્યા સામેના ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ જરૂરી વિગતો ભરીને તમારી ઑનલાઇન અરજી પૂરી કરો.

અહીં ક્લિક કરીને મેળવો નોટિફિકેશન – Gujarat Panchayat Bharti, Talati Bharti, GPSSB Recruitment (ગુજરાત પંચાયત ભરતી 2025)