GSSSB Work Assistant Recruitment 2025 (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી હેઠળ ઉમેદવારોને ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં નોકરી મેળવવાની તક મળશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ વિવિધ ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે, અને વર્ગ-3 અધિકારી પદ માટે અનેક જગ્યા ખાલી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો માટે GSSSBએ અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની જાણકારી
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટ | વર્ક આસિસ્ટન્ટ |
જગ્યા | 64 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-4-2025 |
નોકરીનું સ્થળ | સમગ્ર ગુજરાત |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પદની વિગતો
વર્તુળ/કચેરી | જગ્યા |
અધિક્ષક ઈજનેર(મા.મ), અમદાવાદ | 9 |
અધિક્ષક ઈજનેર, શહેર (મા.મ), અમદાવાદ | 5 |
અધિક્ષક ઈજનેર, યાંત્રિક(મા.મ)અમદાવાદ | 1 |
અધિક્ષક ઈજનેર(મા.મ)મહેસાણા | 6 |
અધિક્ષક ઈજનેર, વિદ્યુત(મા.મ), ગાંધીનગર | 1 |
અધિક્ષક ઈજનેર, પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર | 3 |
નિયામક, ઉપવન બગીચાતંત્ર, ગાંધીનગર | 1 |
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગાંધીનગર | 1 |
અધિક્ષક ઈજનેર(મા.મ), વડોદહરા | 14 |
અધિક્ષક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, વડોદરા | 1 |
સંયુક્ત નિયામક, ગેરી, વડોદરા | 1 |
અધિક્ષક ઈજનેર(મા.મ), સુરત | 9 |
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-1 રાજકોટ | 6 |
અધિક્ષક ઈજનેર(મા.મ),વર્તુળ-2 રાજકોટ | 6 |
કુલ | 64 |
શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવારને સરકાર માન્ય સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી.
- સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.
વય મર્યાદા:
- ન્યૂનતમ વય: 18 વર્ષ
- મહત્તમ વય: 33 વર્ષ
દિવ્યાંગ ઉમેદવારો માટે: સરકારના નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, અને મહત્તમ વય 45 વર્ષ રહેશે.
પગાર ધોરણ:
- પસંદગી થયા બાદ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 ફીક્સ પગાર મળશે.
- પાંચ વર્ષ પછી, સાતમા પગાર પંચ મુજબ લેવલ-4 પ્રમાણે ₹25,500 – ₹81,100 પગાર ધોરણ લાગુ પડશે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ: ojas.gujarat.gov.in ખોલો.
- હવે “Online Application” ઓપ્શન પસંદ કરી Apply પર ક્લિક કરીને GSSSB પસંદ કરો.
- ઉપલબ્ધ જાહેરાતોમાંથી યોગ્ય સંવર્ગની જાહેરાત પસંદ કરો.
- સંવર્ગના નામ પર ક્લિક કરી અરજી કરો.
- માંગવામાં આવેલી તમામ વિગતો ભરો.
- ભરતી વખતે તમામ વિગતો સાચી ભરો.
- અરજી સબમિટ કર્યા બાદ, ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી રાખો.