GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ, અહીં મેળવો તમામ જાણકારી

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.

Follow Us:

GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગૃહ વિભાગ હેઠળની નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2024માં બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં, 27 માર્ચ 2025ના રોજ પ્રસિદ્ધ થયેલા સુધારાને પગલે કેટલાક ચોક્કસ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની તક ફરીથી ઉપલબ્ધ થઈ છે.

GSSSB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન અનુસાર, આર્થિક રીતે નબળા વર્ગના (EWS), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો (SEBC Female), અને માજી સૈનિક ઉમેદવારો હવે તેમની ઉમેદવારી નોંધાવી શકશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 એપ્રિલ 2025 બપોરે 2:00 વાગ્યાથી શરૂ થઈ છે, જે 7 મે 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.

ઉમેદવારો માટે ખાસ નોંધ

સુધારા જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓ માટે ફક્ત ઉપર જણાવેલી કેટેગરીના ઉમેદવારો જ ફરીથી અથવા નવી અરજી કરી શકશે. અન્ય કોઈપણ ઉમેદવાર નવી અરજી કરવા માટે પાત્ર નથી. ખાસ નોંધ લેવી કે અનુસૂચિત જાતિના (SC) માજી સૈનિક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.

અગત્યના દસ્તાવેજોની તારીખો

આર્થિક રીતે નબળા વર્ગ (EWS)નું પ્રમાણપત્ર: 16-9-2021 થી 15-9-2024 દરમિયાન મેળવેલું હોવું જોઈએ.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર: નાણાકીય વર્ષ 2021-22, 2022-23 અથવા 2023-24ની આવકના આધારે 1-4-2022 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15-9-2024 સુધીમાં મેળવેલું હોવું આવશ્યક છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી સંબંધિત મહત્વની જાણકારી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટલેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ-3
અરજી શરૂ થવાની તારીખ23-04-2025
અરજી કરવાની છેલ્લી તારીખ07-05-2025
એપ્લિકેશન મોડઓનલાઈન

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફોરેન્સિક સાયન્સ, ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ), અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 મુજબ કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ₹26,000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સરકારના નિયમો અનુસાર પગાર ધોરણ લાગુ થશે.

વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત માટેની કટઓફ તારીખ મૂળ જાહેરાત મુજબ 15-9-2024 રહેશે.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ ગુજરાત ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ (OJAS)ની વેબસાઈટ https://ojasgujarat.gov.in પર જાઓ.
  • હોમપેજ પર, “Online Application” વિભાગમાં “Apply” પર ક્લિક કરો.
  • ત્યારબાદ GSSSB પસંદ કરો.
  • લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે “Apply Now” પર ક્લિક કરો.
  • માગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.

ખાસ નોંધ: રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી સંબંધિત વધુ માહિતી માટે GSSSBની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi