GPSSB Recruitment 2025, Gujarat Panchayat Seva Bharti (ગુજરાત પંચાયત સેવા ભરતી): ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત લાયક અને રસ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ તક ઉપલબ્ધ છે. પંચાયત સેવા વર્ગ-3 સવંર્ગની પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગીની પ્રક્રિયા અને અરજી પ્રક્રિયા સહિતની તમામ જાણકારી, ગુજ્જુ ભૂમિના આ આર્ટિકલમાં મેળવો.
ગુજરાત પંચાયત સેવા ભરતીની જાણકારી
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | ગ્રામ સેવકથી લઈને ગ્રામ પંચાયત મંત્રી જેવી વિવિધ |
જગ્યા | 1251 |
અરજી કરવાની શરુઆતની તારીખ | 15-4-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-5-2025 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત પંચાયત સેવા ભરતી પદની વિગતો
પોસ્ટ | જગ્યા |
લેબોરેટરી ટેક્નીશીયન | 43 |
સ્ટાફ નર્સ | 36 |
વિસ્તરણ અધિકારી(ખેતી) | 12 |
પશુધન નિરીક્ષક | 23 |
આંકડા મદદનીશ | 18 |
જુનીયર ફાર્માસિસ્ટ | 43 |
વિસ્તરણ અધિકારી(સહકાર)(ગ્રેડ-2) | 8 |
સંશોધન મદદનીશ | 5 |
મુખ્ય સેવિકા | 20 |
ગ્રામ સેવક | 112 |
ફીમેલ હેલ્થ વર્કર | 324 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) | 202 |
જુનિયર ક્લાર્ક(વહિવટ-હિસાબ) | 102 |
ગ્રામ પંચાયત મંત્રી | 238 |
અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) | 48 |
નાયબ ચીટનીશ | 17 |
કુલ | 1251 |
શૈક્ષણિક લાયકાત:
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ બહાર પાડેલી ભરતી હેઠળ વિભિન્ન પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ ભરતીની સંપૂર્ણ વિગતો અને લાયકાત માટે ojas.gujarat.gov.in મુલાકાત લે.
મહત્વપૂર્ણ તારીખો:
- અરજી પ્રક્રિયા શરૂ: 15 એપ્રિલ 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 મે 2025
- ઉમેદવારો ઓનલાઈન અરજી માટે gpssb.gujarat.gov.in વેબસાઈટ પર જઈ અરજી કરી શકે છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ: ojas.gujarat.gov.in ખોલો.
- અહીં ‘Current Advertisement’ ઓપ્શન પર ક્લિક કરો.
- ઉપલબ્ધ ભરતીની વિગતો તપાસો.
- જે પોસ્ટ માટે અરજી કરવી છે, તે પસંદ કરો.
- ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
- માંગેલી બધી માહિતી સાચી રીતે ભરો.
- સફળતાપૂર્વક સબમિટ કર્યા બાદ, ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી રાખો.

ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના
- સરકારની સુચનાને આધારે જગ્યાઓની સંખ્યા વધ-ઘટ અથવા ફેરફાર થઈ શકે છે.
- ભરતી સંબંધિત કોઈપણ ફેરફાર અથવા રદ કરવાનો સંપૂર્ણ અધિકાર મંડળ પાસે રહેશે. કોઈપણ પરિસ્થિતિમાં મંડળ કારણો આપવા માટે બંધાયેલું રહેશે નહીં.
- છેલ્લા દિવસ સુધી રાહ ન જુઓ! અરજી પત્રકમાં જરૂરી વિગતો સાચી રીતે ભરીને તેને વહેલી તકે કન્ફર્મ કરો. અરજી કન્ફર્મ કર્યા બાદ કન્ફર્મેશન નંબર જરૂરથી સાચવી રાખો.