GPSC Call Letter 2025: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચના

GPSC Call Letter 2025 Gujarat: બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પેપર-૧ અને પેપર-૨ ની કોલલેટર ૦૫/૦४/૨૦૨૫ના ૧૪:૦૦ વાગે થી ડાઉનલોડ કરી શકાશે.

Follow Us:

Gujarat Police Call Letter 2025 Update (ગુજરાત પોલીસ ભરતી): ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયા બાદ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તારીખ 13 એપ્રિલ 2025 (રવિવાર)ના રોજ યોજાવાની છે. ત્યારે હવે આ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે મહત્વની માહિતી સામે આવી છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.13/04/2025ના રોજ યોજાનાર પેપર-1 અને પેપર-2ની લેબિત પરીક્ષાના કોલલેટર તા.05/04/2025ના રોજ કલાક 2.00 વાગ્યે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.