વડોદરાનું ગૌરવ: કર્નલ સોફિયા કુરૈશીએ લીડ કર્યું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં આતંકીઓને ધૂળ ચટાડી

Colonel Sophia Qureshi: પહેલગામ હુમલાના બદલો લેતા ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓ પર હવાઈ હુમલો કર્યો; વડોદરાની કર્નલ સોફિયા કુરૈશીનું નેતૃત્વ.

Published By:

Updated:

Follow Us:

Colonel Sophia Qureshi

Colonel Sophia Qureshi: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી હતી. આ હુમલામાં શહીદ થયેલા 27 નિર્દોષોને ન્યાય અપાવવા માટે ભારત સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે.

ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ સફળ “ઓપરેશન સિંદૂર”નું નેતૃત્વ કરનાર કર્નલ સોફિયા કુરૈશી મૂળ વડોદરાના હોવાથી સમગ્ર શહેર માટે ગૌરવની વાત છે.

કોણ છે કર્નલ સોફિયા કુરૈશી? જેમણે “ઓપરેશન સિંદૂર”ની માહિતી આપી

પાકિસ્તાન પર ભારતે કરેલી આ મહત્વની એર સ્ટ્રાઈક બાદ નવી દિલ્હીમાં યોજાયેલી સેનાની પત્રકાર પરિષદને સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરૈશી વડોદરાની ધરતીનું સંતાન છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેમણે વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમએસયુ)માંથી બાયો કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

કર્નલ સોફિયા કુરૈશીના દાદા પણ આર્મીમાં હતા અને ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી હતી, જ્યારે કર્નલ સોફિયાના પતિ પણ સેનામાં એક ઉચ્ચ અધિકારી છે. કર્નલ સોફિયાના પિતા ફતેગંજ EMEમાં ફરજ બજાવતા હતા અને તેમનો પરિવાર વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતો હતો. જો કે, તેમના પિતાની બદલી ઉત્તર પ્રદેશમાં થતાં તેમનો પરિવાર ત્યાં સ્થાયી થયો હતો.

કર્નલ સોફિયા કુરૈશીએ પુનામાં આયોજિત બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ “એક્સરસાઈઝ ફોર્સ 18″માં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું અને આવું કરનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા.

35 વર્ષીય કર્નલ સોફિયા કુરૈશી 2016માં “એક્સરસાઈઝ ફોર્સ 18” મિલિટ્રી ડ્રિલનો પણ ભાગ રહી ચૂક્યા છે. તેમણે બાયોકેમેસ્ટ્રીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. લગભગ છ વર્ષ સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કોંગોમાં સફળતાપૂર્વક મિશન પૂર્ણ કર્યું છે.

ગુજરાતની આ દીકરી, સોફિયા કુરૈશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં એક સન્માનિત અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દેશની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. સોફિયા કુરૈશીએ મેજર તાજુદ્દીન કુરૈશી સાથે લગ્ન કર્યા છે, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવે છે. તેમને નવ વર્ષનો એક પુત્ર પણ છે.

1999માં તેમણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) દ્વારા સેનામાં કમિશન મેળવ્યું. ત્યારબાદ તેમને દેશના વિવિધ ભાગોમાં નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં બળવાખોરી પ્રભાવિત વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

સોફિયા કુરૈશીને શાંતિ મિશનનો પણ બહોળો અનુભવ છે. 2006માં તેમણે કોંગો (આફ્રિકા)માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર પણ સેવા આપી હતી. ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના સંદેશાવ્યવહારના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને વડોદરા કર્નલ સોફિયા કુરૈશીની આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યું છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi