Gujarat Weather Today | આજનું હવામાન 10 June 2025: ગુજરાત હાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે સૌ કોઈ ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના ચોમાસા અંગે મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ખાસ કરીને, 9 થી 12 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ, હવામાન વિભાગે નજીકના ભવિષ્યમાં ચોમાસાના આગમન અંગે પણ સંકેત આપ્યા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 9, 2025
કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદ?
IMD ના અપડેટ મુજબ, આગામી દિવસોમાં નીચેના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે:
10, 11 અને 12 જૂન: અમરેલી, ભાવનગર, સોમનાથ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.
13 જૂન: ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે.
14 જૂન: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
Recorded Maximum Temperature at 1730 Hrs IST of 09th June 2025#IMD #Weatherupdate #mausam #Heatwave #Temperature #MaximumTemperature #Rajasthan #UttarPradesh #haryana #delhi #MadhyaPradesh #Odisha @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/MpLFDnERRW
— India Meteorological Department (@Indiametdept) June 9, 2025
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવી શકે છે?
હવામાન વિભાગે આગાહી કરી છે કે 10 જૂનની આસપાસ વલસાડમાં ચોમાસું આવી શકે છે. જોકે, શરૂઆતમાં ચોમાસું એટલું સક્રિય નહીં હોય. જો ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થાય છે, તો તે 12 થી 15 જૂનની આસપાસ વધુ અસરકારક બનશે.