ધ્યાન આપો! પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 17 મેના રોજ રદ

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ટેકનિકલ કારણોસર, 17 મે, 2025ના રોજ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (ટ્રેન નંબર 19016) રદ કરવામાં આવી છે.

Published By:

Updated:

Follow Us:

Porbandar-Dadar Saurashtra Express

Porbandar-Dadar Saurashtra Express Cancelled: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર, પોરબંદર સ્ટેશનથી તારીખ 17 મે, 2025 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉપરાંત તારીખ 16 મે, 2025 (શુક્રવાર) ના રોજ દાદરથી પોરબંદર તરફ જતી ટ્રેન નંબર 19015, દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પણ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેરિંગ રેકની ઉપલબ્ધિ ન હોવાના કારણે 17 મે, 2025 (શનિવાર) ના રોજ પોરબંદરથી દાદર જવા માટેની ટ્રેન નંબર 19016 રદ રહેશે.

આ ટ્રેનો અંગે વધુ માહિતી મેળવવા માટે મુસાફરોને રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.