Ahmedabad-Vadodara Expressway Highway Toll Rates Hike: આજે, 1 એપ્રિલ 2025 થી, ગુજરાત સમગ્ર દેશમાં કેટલાક નવા નિયમો અમલમાં આવ્યા છે, જ્યારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી હાઇવે અને એક્સપ્રેસવે પર મુસાફરી હવે વધુ મોંઘી બની છે, કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ 31 માર્ચ 2025 ની મધ્યરાત્રિથી નવા ટોલ દરો લાગુ કર્યા છે.
ગુજરાતમાં, આ વધારો મુખ્ય હાઇવે રૂટ્સ પર મુસાફરો અને વાણિજ્યિક વાહનચાલકોને અસર કરશે. તેમાં નેશનલ એક્સપ્રેસવે 4 (NE-4) ના વડોદરા-ભરૂચ સેક્શન અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1)નો સમાવેશ થાય છે. જૂન 2024 પછી, એક વર્ષમાં આ બીજો ટોલ વધારો છે.
NHAI દ્વારા વિવિધ પ્લાઝા માટે અપડેટેડ ટોલ દરો જાહેર
નેશનલ એક્સપ્રેસવે 1 (NE-1), જે ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાને જોડે છે, લગભગ 93 કિલોમીટર સુધી ફેલાયેલો છે અને બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે. NHAIએ હવે આ હાઇવે માટે નવા ટોલ દરો જાહેર કર્યા છે, જે દરરોજ લાખો મુસાફરોને અસર કરશે.
સુધારેલા ટોલ દરો:
- કાર અને જીપ: ટોલ ₹135 થી વધીને ₹140 થયો છે, રિટર્ન ભાડું ₹215 છે.
- હળવા વાણિજ્યિક વાહનો (LCVs): હવે ₹220 ની જગ્યાએ ₹230 ચૂકવવા પડશે, અને રિટર્ન ભાડું ₹345 છે.
- બસો અને ટ્રકો: આ કેટેગરી માટે ટોલ દરમાં સૌથી મોટો વધારો થયો છે, જે ₹465 થી વધીને ₹480 થઇ ગયો છે, અને રિટર્ન ભાડું હવે ₹760 છે.
- વડોદરા-આણંદ: ટોલ ₹50 થી વધીને ₹55 થયો છે.
- વડોદરા-નડિયાદ: ટોલ ₹70 થી વધીને ₹75 થયો છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે – અપડેટેડ ટોલ દરો
વાહન પ્રકાર | જૂનો ટેક્સ | નવો ટેક્સ |
કાર-જીપ | ₹135 | ₹140 |
LCV વાહન | ₹220 | ₹230 |
બસ ટ્રક | ₹450 | ₹480 |
3 એક્સેલ વાહન | ₹505 | ₹525 |
4-6 એક્સેલ વાહન | ₹725 | ₹750 |
7 એક્સલથી મોટા વાહન | ₹885 | ₹915 |




