અમદાવાદ સાયન્સ સિટીમાં ખુલ્યું આકાશનું દ્વાર: એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ

અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ થઈ છે. આજે, 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી, આ ગેલેરી બાળકોથી વડીલોને બ્રહ્માંડ અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.

Published By:

Updated:

Follow Us:

Astronomy and Space Science Gallery Ahmedabad Science City

Ahmedabad Science City: અમદાવાદની પ્રખ્યાત ગુજરાત સાયન્સ સિટીમાં વધુ એક અદ્ભુત આકર્ષણ ઉમેરાયું છે. હવે અહીં “એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી”નો શુભારંભ થયો છે, જે આજથી એટલે કે 15મી મે, 2025થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાઈ છે. આ નવી ગેલેરી બાળકોથી લઈને વડીલો સુધીના તમામ મુલાકાતીઓને બ્રહ્માંડ અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આ અત્યાધુનિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌરમંડળની અદભુત રચના પર આધારિત આ ગેલેરી મુલાકાતીઓ માટે એક શૈક્ષણિક અને માહિતીસભર અનુભવ પ્રદાન કરશે.

આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાયન્સ સિટી સતત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાયન્સ સિટી ખાતે એક્વેરિયમ અને રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે, જેમાં ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિશેષ યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.

મોના ખંધારે જણાવ્યું હતું કે, હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી મુખ્યમંત્રીની સૂચનાથી આ ગેલેરી 15મી મે, ગુરુવારથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે. તેમણે આ ગેલેરીની વિશેષતાઓ અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3-ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ગેલેરી કુલ 12,797 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. તેના મધ્ય ભાગમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેની આસપાસ અન્ય ગ્રહોની ગોઠવણી પણ જોઈ શકાય છે. ત્રણ માળની આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો બનાવવામાં આવ્યા છે. ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં ખગોળશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપતા 47 જેટલા પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે. પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયના અવકાશ મિશન અને તેને લગતી શોધોને દર્શાવતા 30 જેટલા વિવિધ પ્રદર્શનો છે, જ્યારે ફ્યુચર ગેલેરી વિભાગમાં ભવિષ્યના સંશોધનોને ધ્યાનમાં રાખીને 24 પ્રદર્શનો તૈયાર કરવામાં આવ્યા છે.

બ્રહ્માંડની રસપ્રદ સફર માટે આકર્ષક સ્થળ

ભારતના ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનના યોગદાનને ઉજાગર કરતી એક ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં 32 વિવિધ પ્રદર્શનોનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચના વિશે માહિતી આપતા 8 પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો આભાસી પ્રવાસ કરાવતા 4 પ્રદર્શનો મુલાકાતીઓને એક અનોખો અનુભવ કરાવશે. ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઇન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને વિશેષ અનુભૂતિ કરાવશે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા નિર્મિત આ ગેલેરી વૈજ્ઞાનિક માહિતી અને આકર્ષક વિઝ્યુઅલ્સ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું એક ઉત્તમ સ્થળ બનશે.

ગેલેરીની મુખ્ય વિશેષતાઓ

172 બેઠક ક્ષમતા ધરાવતું હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનું સૌથી ઊંચું પ્લેનેટેરિયમ છે.
24 ઇંચ ટેલિસ્કોપ ધરાવતું ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં 360-ડિગ્રી વ્યૂઇંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.
6.5 મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી, જે ગ્રહોની ગતિને દર્શાવે છે.

Ahmedabad Science City - Astronomy And Space Science Gallery
Ahmedabad Science City – Astronomy And Space Science Gallery

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi