Kankaria Balvatika Ahmedabad Ticket Price: અમદાવાદીઓ માટે મનોરંજનનું પ્રખ્યાત કેન્દ્ર કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રૂપિયા 22 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આધુનિક અને અવનવી સુવિધાઓથી સજ્જ આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલ બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની રહેશે. 25 જુલાઈ, શુક્રવારે સાંજે 6:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે.
આકર્ષણો અને વિશેષતાઓ
નવી બાલવાટિકામાં ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે તેવા અવનવા મ્યુઝિયમ અને રમતગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં કુલ 28 જેટલી અવનવી રાઇડ્સ અને એક્ટિવિટીઝ ઉપલબ્ધ હશે. મુખ્ય આકર્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે…
- હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક
- સૌથી ઊંચો ગ્લાસ ટાવર (ભારતનો પ્રથમ પારદર્શક ટાવર)
- વેક્સ મ્યુઝિયમ (ગુજરાતમાં સૌપ્રથમ)
- ભુલભુલૈયા
- ઇલ્યુઝન હાઉસ
- ગો કાર્ટ, મડ રાઇડ
- વીડિયો ગો કાર્ટ
- ક્રુઝ ટ્રેન
- લેઝી રિવર (15 મિની બોટ)
- ડ્રેગન રાઈડ
- સ્નો પાર્ક (નભોદર્શન અને જેકેટ્સ સાથે)
- ફ્લાઇંગ થિયેટર (AC)
- આ ઉપરાંત, કોઇન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન જેવી પ્રવૃત્તિઓ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
પ્રવેશ અને રાઇડ્સની ફી
બાલવાટિકામાં નાના બાળકોથી લઈને મોટા સુધીના તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 50 રૂપિયા રહેશે. જ્યારે, દરેક રાઇડ માટે અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા આપી શકે તેવા સ્નોપાર્ક (જેમાં નભોદર્શન અને જેકેટ્સનો સમાવેશ થાય છે) માટે 450 રૂપિયાની ફી નિર્ધારિત કરવામાં આવી છે.
રિડેવલપમેન્ટ પાછળનો હેતુ અને મંજૂરીઓ
વર્ષ 1956માં બનેલી અને હાલ કાંકરિયા ઝૂ ખાતા હસ્તક આવતી આ બાલવાટિકાનું 68 વર્ષ બાદ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) ધોરણે રિડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને કોન્ટ્રાક્ટ આપીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સલામતીના કડક નિયમો અને લાયસન્સ પ્રક્રિયાને કારણે બાલવાટિકાનું ઉદ્ઘાટન મોડું થઈ રહ્યું છે. જોકે, હવે તમામ જરૂરી લાયસન્સ અને મંજૂરીઓ મળી જતાં, બાલવાટિકાને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.
મનપાની આવકમાં વૃદ્ધિ
પીપીપી ધોરણે શરૂ થતા આ પ્રોજેક્ટથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. અગાઉ વાર્ષિક અંદાજિત રૂ. 10 લાખની આવક થતી હતી, તેની જગ્યાએ હવે 27 ટકા રેવન્યુ શેરિંગ દ્વારા અંદાજિત વાર્ષિક રૂ. 40 લાખની આવક થશે. તમામ પ્રકારના મેન્ટેનન્સ, લાઈટ બિલ, સિક્યોરિટી અને કર્મચારીઓના પગાર સહિતનો ખર્ચ કોન્ટ્રેક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. દ્વારા ઉઠાવવામાં આવશે.
બાલવાટિકામાં મળશે આ સુવિધાઓ…
- બે આકર્ષક એન્ટ્રી ગેટ
- 2000થી 2200 વ્યક્તિ સહેલાઈથી આવન-જાવન કરી શકશે
- આખા કાંકરિયા લેકનો નજારો જોવા મળશે
- કોઈન્સ હાઉસ- ફ્રી એક્ટિવિટી
- શૂ હાઉસ- ફ્રી એક્ટિવિટી
- સેલ્ફી ઝોન- ફ્રી એક્ટિવિટી
- ગ્લો સ્ટેશન- ફ્રી એક્ટિવિટી
- લેન્ડ સ્કેપ ગાર્ડન- ફ્રી એક્ટિવિટી
- હરણ ટ્રેન (મૂવિંગ એક્ટિવિટી)- ડ્રાઈવર સાથે 7 વ્યક્તિ
- મીરર હાઈસ (AC)
- જમ્પિંગ એડવેન્ચર- એકસાથે 4 બાળક
- એક્સ-વોરિયર- બાળક (સેલ્ફ ડ્રાઈવ)
- રોયલ રાઈડ- 2 બાળક
- રોબોટ (મૂવિંગ એક્ટિવિટી)- 1 વ્યક્તિ
- ડેપી રિંગ- એટેન્ડન્ટ સાથે 1 વ્યક્તિ
- ડાયનાસોર ટ્રેન- 8 બાળક
- ડાયનાસોર પાર્ક (મૂવમેન્ટ એન્ડ સાઉન્ડ) (14થી 18)
- બટર ફ્લાઈ પાર્ક (AC)- 5 વ્યક્તિ
- ભુલભુલૈયા – 10 વ્યક્તિ આવન-જાવન
- મડ બાઈક – 6 વ્યક્તિ સૅલ્ફ ડ્રાઇવ અને થ્રિલિંગ સાથે માટીની મજા અને ગતિનો જુસ્સો
- VR રિયાલિટી (AC)- 20 ગેમ્સ+બાળકો માટે બમ્પર કાર
- સ્નો પાર્ક (નભો દર્શન) – બરફની દુનિયામાં નવ ગ્રહની અનોખી સફર
- ફલાઇંગ થિયેટર (AC)- 8 વ્યક્તિ
- કિડ્સ ગો કાર્ટ – 4 બાળક
- મીરર મેઈઝ (AC)- 7 વ્યક્તિ
- એડવેન્ચર રાઈડ- 6 બાળક
- વેક્સ મ્યુઝિયમ – 15 વ્યક્તિ
- ઈલ્યુઝન ડાઉસ (AC)- 12 વ્યક્તિ
- લેઝી રિવર 15 મિની ખોટ – 5 બાળક
- ગ્લાસ ટાવર- 40 વ્યક્તિ