GSEB SSC 10th Supply Result 2025: ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

Follow Us:

Gujarat Board GSEB SSC (Class 10th) Supply (Purak Pariksha) Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC) પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 18 જુલાઈના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ માર્ચ 2025માં યોજાયેલી મુખ્ય પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુસર આ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025માં ધોરણ 10નું 83.08 ટકા પરિણામ નોંધાયું હતું. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પોતાના રોલ નંબર દ્વારા લોગિન કરીને પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત, તેઓ પોતાની માર્કશીટ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે.

ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.

GSEB SSC પૂરક પરીક્ષા તારીખ 2025 | GSEB SSC 10th Supplementary Results 2025

ધોરણ 10 પૂરક પરીક્ષા 23 જૂન, 2025 થી 3 જુલાઈ, 2025 સુધી યોજાઈ હતી.

  • સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
  • “SSC RESULT 2025” લિંક પસંદ કરો.
  • તમારો બેઠક નંબર દાખલ કરો.
  • “Submit” પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
  • ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
  • મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.

GSEB SSC 10th Supplementary Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ

GSEB ધોરણ 10નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.