GSEB SSC Class 10th Result Date 2025 Announced (ધોરણ 10 રીઝલ્ટ તારીખ 2025): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC)ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ, 2025 દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 8,92,882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. હવે, પરીક્ષાનું રીઝલ્ટ જાણવા આતુર વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. ગુજરાત બોર્ડ આવતીકાલે 8 મે, 2025ના રોજ રીઝલ્ટ જાહેર કરશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, ધોરણ 10 (SSC)નું રીઝલ્ટ તારીખ 08/05/2025ના રોજ સવારના 08:00 વાગ્યે ગુજરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને પોતાનું રીઝલ્ટ જોઈ શકશે.
આ સાથે જ વિદ્યાર્થીઓ તેમના બેઠક ક્રમાંક નંબરને 6357300971 પર મોકલીને પણ રીઝલ્ટ મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. (શાળા રજીસ્ટર) શાળાઓમાં મોકલવા અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. રીઝલ્ટ પછી, ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર તથા પુનઃપરીક્ષા માટેની સૂચનાઓ સાથેનો પરિપત્ર પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.