Gujarat Board HSC Results 2025, GSEB Class 12th Result 2025 Date, Time, Direct Link (ધોરણ 12 રીઝલ્ટ તારીખ, વેબસાઈટ લિંક): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12 (HSC) 2025 પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો પરિણામની આતુરતાથી જોઈ રહ્યા છે. હવે આ આતુરતા ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. GSEB HSC 12thનું રીઝલ્ટ આગામી મે મહિનામાં જાહેર થઈ શકે છે.
ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો, ધોરણ 12નું રીઝલ્ટ ઓનલાઇન કેવી રીતે તપાસવું, કઈ વેબસાઈટ પર ચેક કરવું, વોટ્સએપ અને મેસેજ દ્વારા રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું. રીઝલ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અહીં મેળવો.
GSEB HSC પરીક્ષા તારીખ 2025 | GSEB HSC 12th Results 2025
ધોરણ 12ની વાર્ષિક બોર્ડ પરીક્ષા 2025 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ, 2025 સુધી યોજાઈ હતી.
ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવશે | જાણો રિઝલ્ટની તારીખ
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે અને તેનું પરિણામ જાહેર કરે છે. વર્ષ 2025માં, ધોરણ 12નું રિઝલ્ટ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.orgની મુલાકાત લેવી. વિદ્યાર્થીઓ તેમના બેઠક નંબર દ્વારા તેમનું રિઝલ્ટ ચેક કરી શકશે.
GSEB HSC 12th Passing Marks | ધોરણ 12માં પાસ થવા માટે કેટલા ગુણ લાવવા જરૂરી છે?
GSEB ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે કુલ ગુણના ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા ફરજિયાત છે. આનો અર્થ એ છે કે દરેક વિષયમાં વિદ્યાર્થીઓએ 100 માંથી ઓછામાં ઓછા 33 ગુણ લાવવાના રહેશે.
જો વિદ્યાર્થી કોઈ વિષયમાં પાસિંગ માર્ક્સ મેળવવામાં નિષ્ફળ જાય છે, તો તેમને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની તક મળશે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીને તે વિષય ફરીથી પાસ કરવાનો એક વધુ મોકો મળે છે, જેમાં તેઓ અગાઉ નાપાસ થયા હતા.
GSEB HSC 12th Results 2025 Link | રીઝલ્ટ જોવા માટે સત્તાવાર વેબસાઈટ અને વિગતો
ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમનું GSEB HSC રીઝલ્ટ 2025 ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર લોગિન કરી શકે છે. અહીં, વિદ્યાર્થીઓને તેમના બેઠક નંબરની જરૂર પડશે, તેથી બેઠક નંબર સાથે રાખવો. વિદ્યાર્થીઓને વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. જો કે, યાદ રાખો કે, તે માત્ર કામચલાઉ (provisional) માર્કશીટ હશે. GSEB ધોરણ 12ની મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.
GSEB ધોરણ 12નું રીઝલ્ટ કેવી રીતે તપાસવું?
- સત્તાવાર લિંક પર ક્લિક કરો – www.gseb.org
- “HSC RESULT 2025” લિંક પસંદ કરો.
- તમારો બેઠક નંબર દાખલ કરો.
- “Submit” પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
- ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને સાચવી રાખો.
- મૂળ માર્કશીટ વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પરીક્ષા કેન્દ્ર મારફતે આપવામાં આવશે.
GSEB HSC 12th Result 2025 via WhatsApp | વોટ્સએપ મારફતે પણ જાણી શકાશે ધોરણ 12નું રીઝલ્ટ
GSEB ધોરણ 12નું રીઝલ્ટ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર 6357300971 નંબર પર બેઠક નંબર મેસેજ કરીને તેમનું રીઝલ્ટ મેળવી શકે છે.
GSEB HSC 12th Result 2025 via SMS | મેસેજ મારફતે પણ જાણી શકાશે ધોરણ 12નું રીઝલ્ટ
જો તમે ઇન્ટરનેટ વિના તમારું GSEB ધોરણ 12નું રીઝલ્ટ મેળવવા માંગો છો, તો SMS દ્વારા સરળતાથી મેળવી શકો છો. આ પગલાં અનુસરો:
- તમારા મોબાઈલ ફોનમાં મેસેજિંગ એપ્લિકેશન ખોલો.
- નવો SMS લખો.
- મેસેજમાં લખો: HSC<સ્પેસ>બેઠક નંબર
- ઉદાહરણ તરીકે: HSC 1234567 (અહીં “1234567”ને તમારા બેઠક નંબરથી બદલો)
- આ મેસેજ નંબર 56263 પર મોકલો.
- GSEB તરફથી તમારું ધોરણ-12નું રીઝલ્ટ મોકલવામાં આવશે.
GSEB HSC 12th Result 2025 માં ઉલ્લેખિત વિગતો
GSEB ધોરણ 12 રીઝલ્ટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
GSEB HSC 12th Result 2025 Revaluation | GSEB ધોરણ 12 પરિણામ 2025 પુનઃમૂલ્યાંકન
જો તમને લાગે છે કે તમારું પરિણામ સાચું નથી કે ગુણફાળવણીમાં ભૂલ થઈ છે, તો તમે પુનઃમૂલ્યાંકન (Revaluation) અથવા ચકાસણી (Verification) માટે અરજી કરી શકો છો. નીચેના પગલાં અનુસરો:
- GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ.
- “પરિણામ” અથવા “પરીક્ષા વિભાગ” વિભાગ શોધો.
- ધોરણ 12 રીઝલ્ટ 2025 લિંક ક્લિક કરો.
- ત્યાંથી Revaluation/Verification સંબંધિત માહિતી શોધો.
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો (જેમ કે – નામ, બેઠક નંબર, વિષયો વગેરે).
- માર્કશીટની નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોડો.
- નિર્ધારિત રકમ મુજબ ફી ભરપાઈ કરો (ફી અને પેમેન્ટ મોડ વેબસાઈટ પર આપવામાં આવશે).
- અરજી ફોર્મ નિર્ધારિત પદ્ધતિથી સબમિટ કરો – પોસ્ટ, કુરિયર અથવા વ્યક્તિગત રીતે.
- Revaluation/Verification રીઝલ્ટ માટે નિયમિત રીતે વેબસાઈટ ચકાસો.