Vaibhav Suryavanshi: IPL 2025નો નવો સિતારો વૈભવ સૂર્યવંશી, સૌથી યુવા વયે સદી ફટકારતા માલિકે ભેટમાં આપી મર્સિડીઝ બેન્ઝ કાર

Vaibhav Suryavanshi IPL 2025: આઈપીએલ (IPL) 2025માં રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે.

Published By:

Updated:

Follow Us:

Vaibhav Suryavanshi IPL 2025: આઈપીએલ (IPL) 2025માં રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. તે ટી20 ક્રિકેટના ઈતિહાસ સૌથી યુવા વયે સદી ફટાકરનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ફાસ્ટેસ્ટે સદી ફટકારનાર ભારતીય પણ બની ગયો છે. ત્યારે હવે તેની આ યાદગાર ઇનિંગ્સથી પ્રભાવિત થઈને તેની ટીમ રાજસ્થાન રોયલ્સના માલિક રણજીત બરઠાકુરે તેને નવી મર્સિડીઝ-બેન્ઝ કાર ભેટમાં કરી છે.

વૈભવને મળી લક્ઝરી ભેટ

રાજસ્થાન રોયલ્સની ટીમ ગુજરાત ટાઇટન્સને હરાવીને જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે ટીમના માલિક રણજીત બરઠાકુર પણ ત્યાં હાજર હતા. વૈભવના અસાધારણ પ્રદર્શનથી તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ આ યુવા ખેલાડીને નવી મર્સિડીઝ-બેન્ઝ કાર ભેટમાં આપી હતી. જો કે, કારનું કયું મોડેલ છે તે અંગે કોઈ માહિતી મળી નથી. જો કે, જણાવી દઈએ કે, વૈભવ હાલ માત્ર 14 વર્ષનો હોવાથી તે સત્તાવાર રીતે આ કાર ચલાવી શકશે નહીં.

બાળપણનું સ્વપ્ન થયું સાકાર

બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુરમાં જન્મેલા અને ઉછરેલા વૈભવ સૂર્યવંશીનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો બાળપણથી જ જોવા મળ્યો હતો. તેના માતા-પિતાએ પણ તેમના પુત્રના સપનાને સાકાર કરવા માટે પૂરી મદદ કરી હતી.વૈભવ જ્યારે માત્ર 6 કે 7 વર્ષનો હતો ત્યારે તેઓ એને ક્રિકેટ મેચો બતાવવા ખાસ દિલ્હી લઈ જતા હતા. સોશિયલ મીડિયા પર પણ એક જૂનો ફોટો વાયરલ થયો હતો જેમાં વૈભવ પોતાના માતા-પિતાની સાથે IPL મેચ નિહાળી રહ્યો છે.

IPL ના વિવિધ સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi