Kavya Maran Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન, જાણો તેની કુલ નેટવર્થ વિશે

Kavya Maran Net Worth in Rupees 2025: કાવ્યા મારન પોતાની ગ્લેમરસ છબી અને એનર્જેટિક વ્યક્તિત્વને કારણે IPLમાં એક જાણીતી હસ્તી બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છે કે કાવ્યા મારનની કુલ સંપત્તિ કેટલી છે? આ લેખમાં, જાણો કાવ્યા મારનની કુલ નેટવર્થ વિશે.

Follow Us:

Kavya Maran Net Worth 2025: આઈપીએલ 2025 (IPL 2025) ની શરૂઆત થઈ ગઈ છે, અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમે પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને વિરોધીઓને ચેતવણી આપી દીધી છે. જ્યારે પણ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ હોય છે, ત્યારે આ ટીમની સીઈઓ, કાવ્યા મારન, હંમેશાં ચર્ચાનો વિષય બને છે.

2018માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની સીઈઓ બન્યા બાદ, કાવ્યા મારન ફ્રેન્ચાઈઝીમાં ખૂબ લોકપ્રિય થઈ છે. તેઓ એક સફળ બિઝનેસ પરિવારથી આવે છે અને એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે. માત્ર SRH જ નહીં, તેઓ સાઉથ આફ્રિકા T20 લીગની સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપની પણ સીઈઓ છે.

કાવ્યા મારન (Kavya Maran) પોતાની ગ્લેમરસ છબી અને એનર્જેટિક વ્યક્તિત્વને કારણે IPLમાં એક જાણીતી હસ્તી બની ગઈ છે. પરંતુ, શું તમે જાણો છે કે કાવ્યા મારનની કુલ સંપત્તિ કેટલી છે? આ લેખમાં, જાણો કાવ્યા મારનની કુલ નેટવર્થ વિશે.

કાવ્યા મારન વિશે રસપ્રદ માહિતી

જન્મ: 6 ઓગસ્ટ 1992

કાવ્યા મારનનું પરિવારિક જીવન

કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન, સન ગ્રુપના અધ્યક્ષ અને સંસ્થાપક છે. તેમની માતા કાવેરી મારન, સોલર ટીવી કમ્યુનિટી રેસ્ટ્રિક્ટેડની સીઈઓ છે.

DMKના રાજકીય પરિવારમાં સંબંધ

  • કાવ્યા મારન DMKના પૂર્વ નેતા મુરાસોલી મારનની પૌત્રી છે.
  • તેઓ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિના કુટુંબથી પણ સંબંધિત છે.
  • તે ચેન્નાઈ સેન્ટ્રલથી ચાર વખત સાંસદ રહેલા દયાનિધિ મારનની ભત્રીજી છે.

કાવ્યા મારનનું શૈક્ષણિક જીવન અને કરિયર

  • 2012: ચેનાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com પૂર્ણ કર્યું.
  • 2016: ઈંગ્લેન્ડની વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી MBAની ડિગ્રી મેળવી.

કાવ્યા મારનની કુલ સંપત્તિ (Net Worth)

  • કુલ સંપત્તિ: ₹400 કરોડથી વધુ
  • પિતા કલાનિધિ મારનની કુલ સંપત્તિ: ₹25,000 કરોડ ($2.9 બિલિયન, ફોર્બ્સ)

કાવ્યા મારન કાર કલેક્શન

બેન્ટલી બેન્ટાયગા EWB, રોલ્સ રોયસ ફેન્ટમ VIII EWB, BMW i7 અને ફેરારી રોમા.