Mumbai Indians, Jasprit Bumrah IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાનારી મેચનો ભાગ નહીં, આ સાથે જ તે મુંબઈમાં સાત એપ્રિલે રમાનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામેની મેચમાંથી પણ બહાર થાય તેવી શક્યતા છે. જો કે, ESPNcricinfoના અહેવાલ મુજબ, બુમરાહ મેદાન પર વાપસી કરવાની નજીક છે. તે હાલ રિહેબ કરી રહ્યો છે.
જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ થઈને વાપસી કરવા માગે છે
હાલના દિવસોમાં બુમરાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાના બોલિંગ વર્કલોડ પર કામ કરી રહ્યો છે અને એવું કહેવાય છે કે તે ફિટનેસ ટેસ્ટના અંતિમ તબક્કામાં છે. BCCIની મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાઈ જશે અને IPL 2025માં ભાગ લેશે. બુમરાહ વાપસી પર સાવધાની રાખી રહ્યો છે અને એક્શનમાં આવતા પહેલા એ સુનિશ્ચિત કરવા માગે છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. નોંધનીય છે કે IPLની 18મી સિઝન બાદ ભારતે ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.