New Aadhaar App: હવે દરેક જગ્યાએ આધાર કાર્ડની ફોટોકોપી લઈ જવાની ઝંઝટ ખતમ, આ QR કોડથી ઝટપટ થશે બધું કામ

New Aadhaar App Launched: હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં ચાલી રહેલી આધાર મોબાઈલ એપ્લિકેશનના કારણે હવે ફિઝિકલ આધાર કાર્ડની જરૂર નહીં પડે. ન તો તેની ફોટોકૉપી ક્યાંય આપવી પડશે. આ એપ્લિકેશન પર QR કોડ સ્કેન કરીને જરૂરી માહિતી સરળતાથી શેર કરી શકાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન દ્વારા આધારને વધુ સુરક્ષિત બનાવી શકાશે.

Follow Us:

New Aadhaar App

New Aadhaar App Launched: હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં ચાલી રહેલી આધાર મોબાઈલ એપ્લિકેશનના કારણે હવે ફિઝિકલ આધાર કાર્ડ (Aadhaar Card)ની જરૂર નહીં પડે. ન તો તેની ફોટોકૉપી ક્યાંય આપવી પડશે. આ એપ્લિકેશન પર QR કોડ સ્કેન કરીને જરૂરી માહિતી સરળતાથી શેર કરી શકાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન દ્વારા આધારને વધુ સુરક્ષિત બનાવી શકાશે.

ફિઝિકલ આધાર કાર્ડની જરૂર નહીં

આધાર કાર્ડ (Aadhaar Card)ની ફિઝિકલ નકલ કે ફોટોકૉપીની જરૂર હવે ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહી છે. તેના સ્થાને એક એવી મોબાઈલ એપ્લિકેશન આવશે, જેનો ઉપયોગ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે કરી શકાશે. આ એપ્લિકેશન ડેટાની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરશે.

કેન્દ્રીય મંત્રીની મંત્રી અશ્વિની જાહેરાત

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે X (અગાઉ ટ્વિટર) પર આ નવી પહેલ વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આધાર એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે અને તે હાલ બીટા ટેસ્ટિંગ તબક્કામાં છે. આ એપ્લિકેશનના આગમનથી ફેસ આઈડી ઓથેન્ટિકેશન પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ કરી શકાશે, જેનાથી ફિઝિકલ આધાર કાર્ડ કે તેની ફોટોકૉપી સાથે રાખવાની જરૂર નહીં રહે.
QR કોડ દ્વારા માહિતી શેરિંગ

આ એપ્લિકેશનના માધ્યમથી વપરાશકર્તાઓ QR કોડ સ્કેન કરીને તેમની જરૂરી માહિતી શેર કરી શકશે. જ્યાં પણ આધાર સંબંધિત માહિતીની જરૂર હશે, ત્યાં આ એપ્લિકેશન દ્વારા માહિતીની વિનંતી કરવામાં આવશે. વપરાશકર્તાઓ QR કોડ સ્કેન કરીને કે વિનંતી સ્વીકારીને ફક્ત જરૂરી માહિતી જ શેર કરી શકશે.

ડેટા સુરક્ષા અને ડિજિટલ વેરિફિકેશન

આ એપ્લિકેશન દ્વારા આધારની વિગતો ડિજિટલ રીતે વેરિફાય કરી શકાશે, અને માહિતી શેર કરતી વખતે ડેટાની સુરક્ષા પણ જળવાઈ રહેશે. આ એપ્લિકેશનના કારણે હોટેલમાં રોકાણ કે મુસાફરી દરમિયાન આધારની ફોટોકૉપી આપવાની જરૂર નહીં રહે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે આધારની માહિતી કોઈના હાથમાં લાગવાનું જોખમ ઘટશે, અને વધુ ડેટા ગોપનીયતા પણ હાંસલ થશે.

આધાર ડેટા લીક અને દુરુપયોગ પર નિયંત્રણ

અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, આ એપ્લિકેશન દ્વારા આધાર ડેટા લીક થવાની કે તેનો દુરુપયોગ થવાની શક્યતા ઘટશે. આ ઉપરાંત, આધાર કાર્ડની ફોટોશોપિંગ કરીને ખોટો ઉપયોગ કે નકલી કાર્ડ બનાવવા જેવી ગેરરીતિઓ પર પણ નિયંત્રણ લાવી શકાશે.

આધાર સંવાદ કાર્યક્રમમાં જાહેરાત

કેન્દ્રીય મંત્રીએ રાજધાની નવી દિલ્હીમાં આધાર સંવાદ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં આ એપ્લિકેશન વિશે માહિતી આપી. તેમણે ‘આધાર’ને અન્ય ઘણા કાર્યક્રમોનો આધાર ગણાવ્યો અને જણાવ્યું કે આના દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરી શકાશે. આ પ્રસંગે તેમણે હિતધારકો પાસેથી ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPIs) સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને જોડવા માટેના વિચારો પણ માંગ્યા. તેમણે UIDAIને લોકોના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું.

નવી આધાર એપની 10 વિશેષતાઓ

  1. નિયંત્રિત માહિતી શેરિંગ: વપરાશકર્તાઓ હવે પોતાની ઇચ્છા મુજબ ફક્ત જરૂરી માહિતી જ શેર કરી શકશે, જેથી તેમની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.
  2. UPI જેવું QR કોડ સ્કેન: જેમ UPI પેમેન્ટમાં QR કોડ સ્કેન કરવામાં આવે છે, તેમ જ આધાર વેરિફિકેશન પણ હવે એટલું જ સરળ બનશે.
  3. ફોટોકૉપીની જરૂર નહીં: આધારની ફોટોકૉપી કે સ્કેન કરવાની જરૂર નહીં રહે, બધું જ એપ દ્વારા થઈ જશે.
  4. ફેસ આઇડેન્ટિફિકેશન: મોબાઈલ એપમાં ફેસ આઇડેન્ટિફિકેશન દ્વારા લૉગિન અને વેરિફિકેશનની સુવિધા છે, જેનાથી સુરક્ષા વધુ મજબૂત બને છે.
  5. ફિઝિકલ કૉપીની જરૂર નહીં: હોટેલ, દુકાનો કે મુસાફરી ચેકપોઇન્ટ્સ પર આધારની નકલ આપવાની જરૂર નહીં રહે.
  6. સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા: 100% ડિજિટલ પ્રક્રિયા હોવાથી તમારી ઓળખ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
  7. ડેટા સુરક્ષા: આ એપ દ્વારા આધાર કાર્ડના ડેટાનો દુરુપયોગ કે લીક થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે.
  8. છેતરપિંડી પર નિયંત્રણ: આધારની માહિતીમાં કોઈ ફેરફાર કે કોઈપણ પ્રકારની ગેરરીતિ હવે શક્ય નહીં બને.
  9. ઝડપી વેરિફિકેશન: ખૂબ જ ઓછા સમયમાં અને સરળ રીતે આધાર વેરિફિકેશન થઈ શકશે.
  10. ઉન્નત ગોપનીયતા: જૂની પદ્ધતિઓની તુલનામાં આ એપ વપરાશકર્તાની ગોપનીયતાને વધુ મજબૂત બનાવશે.