Post Office MIS: પોસ્ટ ઓફિસની આ યોજનામાં કરો એકવાર રોકાણ અને મેળવો દર મહિને ₹5,550નું પેન્શન

Post Office Monthly Income Scheme: ગુજ્જુ ભૂમિના આ લેખમાં, પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) વિશે વિગતવાર જાણીએ…

Follow Us:

Post Office Monthly Income Scheme: જો તમે નિયમિત આવક માટે યોજના શોધી રહ્યા છો જેમાં તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને દર મહિને નિશ્ચિત રકમ મળતી રહે, તો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે. દેશભરમાં લોકપ્રિય બનેલી આ યોજના ઘણાં નિર્વૃત્તજનો અને સલામત રોકાણ પસંદ કરતા નાગરિકો માટે આશાસ્પદ વિકલ્પ બની છે.

શું છે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના?

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના હેઠળ, તમે ફક્ત એક વખત રોકાણ કરીને દર મહિને નક્કી વ્યાજ મેળવી શકો છો. હાલમાં આ યોજના પર 7.4% વાર્ષિક વ્યાજ દર ઉપલબ્ધ છે. આ યોજના માર્કેટ જોખમથી સંપૂર્ણપણે મુક્ત છે, અને તેમાં તમારું મૂડી રોકાણ સુરક્ષિત રહે છે.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે, જેમાં હાલમાં 7.4% વ્યાજ દર મળે છે. આ યોજનામાં તમે 100 ના ગુણાકાર પ્રમાણે રકમ રોકી શકો છો. ખાતું તમે બે રીતે ખોલી શકો છો – સિંગલ અથવા સંયુક્ત.

સિંગલ ખાતું માટે, મહત્તમ રોકાણની મર્યાદા ₹9 લાખ છે, જ્યારે સંયુક્ત ખાતું માટે આ મર્યાદા ₹15 લાખ સુધી વધે છે. જો તમે સિંગલ ખાતું ખોલીને ₹9 લાખનો સંપૂર્ણ રોકાણ કરો, તો વર્તમાન 7.4% વ્યાજ દર મુજબ તમને દર મહિને આશરે ₹5,550 સુધી વ્યાજ મળે છે.

આ વ્યાજ તમે તમારી પસંદગી પ્રમાણે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક આધારે મેળવી શકો છો. આ યોજના હેઠળ નાણાં રોકાણ કર્યા પછી, 1 વર્ષ પૂરાં થયા બાદ તમે તમારું મૂડીરોકાણ પાછું ખેંચી શકો છો.