New Rules July 2025: ટ્રેન ભાડા, ATM ચાર્જ અને PAN કાર્ડ… 1 જુલાઈ 2025થી બદલાશે અનેક નિયમો; સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

આગામી 1 જુલાઈથી આપણા રોજિંદા જીવનને સીધા અસર કરતા ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. રેલવે ટિકિટ બુકિંગથી લઈને PAN કાર્ડ બનાવવાની પ્રક્રિયા, બેંકિંગ અને LPG સિલિન્ડર સુધીના નિયમોમાં મોટા બદલાવ થશે, જેનો સીધો અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.

Published By:

Follow Us:

New Changes From 1st July 2025: આગામી 1 જુલાઈથી આપણા રોજિંદા જીવનને સીધા અસર કરતા ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. રેલવે ટિકિટ બુકિંગથી લઈને PAN કાર્ડ બનાવવાની પ્રક્રિયા, બેંકિંગ અને LPG સિલિન્ડર સુધીના નિયમોમાં મોટા બદલાવ થશે, જેનો સીધો અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. એટલે જ આ ફેરફારોને યોગ્ય રીતે સમજવા અને સમયસર તૈયારી રાખવી જરૂરી છે. ત્યારે આ લેખમાં જાણી લો જુલાઈ મહિનામાં કયા નિયમો બદલાવાના છે.

1 જુલાઈથી બદલાશે આ નિયમો

LPG સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર

દર મહિનાની શરૂઆતમાં, એલપીજી કંપનીઓ ઘરેલુ અને વાણિજ્યિક સિલિન્ડરના દરની સમીક્ષા કરે છે. 1 જુલાઈ 2025ના રોજ પણ ભાવમાં બદલાવ થવાની શક્યતા છે. જો ભાવ વધશે, તો તે ઘરેલુ બજેટ પર સીધો અસર કરશે, કારણ કે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે.

નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત

1 જુલાઈ 2025થી નવું પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત રહેશે. આધાર વિના હવે નવું પાન કાર્ડ ઈશ્યુ નહીં થાય. ઉપરાંત, જેમના પાન કાર્ડ હજુ સુધી આધાર સાથે લિંક નથી, તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં લિંક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

આ નિર્ણય સરકાર દ્વારા આ કારણે લેવામાં આવ્યો છે કારણ કે કેટલાક લોકો ખોટા નામથી પાન કાર્ડ બનાવી ટેક્સ ચૂકવવાનું ટાળી રહ્યા છે. આવા ફ્રોડ અટકાવવા માટે આધાર સાથે પાન કાર્ડ લિંક કરાવવાની પ્રક્રિયા કડક બનાવવામાં આવી છે.

રેલવે ટિકિટ માટે નવા નિયમો લાગુ થશે

1 જુલાઈ 2025થી રેલવેમાં ટિકિટ બુકિંગ અને ભાડા સંબંધિત નવા નિયમો અમલમાં આવશે. હવે એસી અને નોન-એસી બંને પ્રકારની ટિકિટ માટે ભાડું થોડું વધારવામાં આવ્યું છે. નોન-એસી કોચ માટે ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો અને એસી કોચ માટે 2 પૈસાનો વધારો થયો છે.

અત્યાર સુધી અનલિમિટેડ વેઇટિંગ ટિકિટ જારી થતી હતી, પણ હવે દરેક કોચમાં કુલ બેઠકોના મહત્તમ 25 ટકા સુધી જ વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કોચમાં 100 બેઠકો છે તો ફક્ત 25 વેઇટિંગ ટિકિટ જ ઉપલબ્ધ રહેશે. જોકે, મહિલા મુસાફરો અને દિવ્યાંગો માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવશે.

IRCTCથી તત્કાલ ટિકિટ માટે આધાર લિંક અને ઓટીપી ફરજિયાત

1 જુલાઈ 2025થી IRCTC દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે આધાર લિંક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે માત્ર તે જ યાત્રિકો તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું IRCTC એકાઉન્ટ આધાર કાર્ડ સાથે જોડાયેલું છે.

સાથે જ 15 જુલાઈથી ટિકિટ બુકિંગ દરમિયાન આધાર સાથે લિંક કરાયેલા મોબાઇલ નંબર પર મળતી OTP દાખલ કરવી અનિવાર્ય રહેશે. જો ઓટીપી ભર્યો નહીં હોય તો ટિકિટ બુક કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત, રેલવે એજન્ટ હવે તત્કાલ બુકિંગ શરૂ થાય એ પહેલાંના 30 મિનિટ સુધી કોઈ પણ ટિકિટ બુક કરી શકશે નહીં, જેથી સામાન્ય મુસાફરોને ન્યાય મળે.

જુલાઈમાં બેંકોમાં 13 દિવસ રજા

2025ના જુલાઈ મહિનામાં દેશભરના બેંકોમાં કુલ 13 દિવસ રજા રહેશે. આ રજાઓમાં શનિવાર-રવિવાર ઉપરાંત વિવિધ રાજ્યોના સ્થાનિક તહેવારો પણ શામેલ છે. ચેક ક્લિયરન્સ, RTGS અને NEFT જેવી સેવાઓમાં વિલંબ થઈ શકે છે, તેથી તમારું બેંકિંગ કામ સમયસર પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. જોકે, ડિજિટલ બેંકિંગ, ATM અને મોબાઇલ એપ્સ દ્વારા વ્યવહારો યથાવત રહેશે.

ICICI બેંક ATM ઉપાડ પર વધારાનો ચાર્જ

1 જુલાઈ 2025થી ICICI બેંકના ગ્રાહકોને ATMમાંથી વધુ વખત પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 મફત વ્યવહારની મર્યાદા રાખવામાં આવી છે. આ મર્યાદા પછી દરેક વખતના રોકડ ઉપાડ પર ₹23નો ચાર્જ લાગશે. એટલે હવે નાની જરૂર માટે વારંવાર ATM જવું મોંઘું પડી શકે છે.

HDFC ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે વધારાનું શુલ્ક

હવે HDFC ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ ખર્ચ વધશે. જો તમે Paytm, PhonePe જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરો છો, તો તેની ઉપર 1% વધારાનો ચાર્જ લાગશે. ઉપરાંત, યુટિલિટી બિલ જેવી કે વીજળી, પાણી કે ગેસનું પેમેન્ટ HDFC ક્રેડિટ કાર્ડથી કરવાથી પણ ખાસ ચાર્જ વસૂલવામાં આવશે. એટલે આગામી દિવસોમાં ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલા નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી બનશે.