Aadhaar Card Update: આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો? અહીં જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ સમગ્ર પ્રક્રિયા

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો? ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ સમગ્ર પ્રક્રિયા.

Follow Us:

How To Update Mobile Number in Aadhaar Card: તમે તમારા આધાર કાર્ડ (Aadhaar Card)માં ઘરે બેઠા મોબાઇલ નંબર ઓનલાઇન અપડેટ કરવા માંગો છો? તો જણાવી દઈએ કે, આ પ્રક્રિયા તમે ઘરે બેઠા કરી શકતા નથી. આ પ્રોસેસને પૂર્ણ કરવા માટે તમારે આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે. ત્યારે ગુજ્જુ ભૂમિના આ લેખમાં, જાણો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ સમગ્ર પ્રક્રિયા.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા

  • સૌ પ્રથમ તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.
  • તમે UIDAI વેબસાઇટ (https://appointments.uidai.gov.in/easearch.aspx) ની મુલાકાત લઈને તમારા નજીકના આધાર કેન્દ્રને શોધી શકો છો.
  • આધાર સેવા કેન્દ્ર પર જઈને આધાર અપડેટ/સુધારણા ફોર્મ ભરો.
  • આ ફોર્મમાં તમારો નવો મોબાઇલ નંબર દાખલ કરો.
  • આ ફોર્મ સાથે તમારું આધાર કાર્ડ અને મતદાર ID અથવા પાસપોર્ટ વગેરે જેવા અન્ય ઓળખ કાર્ડ સબમિટ કરો.
  • અહીં તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે.
  • આમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન શામેલ હોઈ શકે છે.
  • હવે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે, તમારે ફી ચૂકવવી પડશે, જેના માટે તમને એક સ્લિપ મળશે.
  • આ રીતે તમારો નવો નંબર અપડેટ થશે.

ઓનલાઈન પ્રોસેસ

  • સૌ પ્રથમ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  • હોમ પેજ પર Book an Appointment પર ક્લિક કરો.
  • હવે તમારો વિસ્તાર પસંદ કરીને Proceed to book appointment પર ક્લિક કરો.
  • હવે Aadhaar Update ઓપ્શનમાં મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • હવે એપોઇન્ટમેન્ટ વિગતો ભરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • આગલા પેજ પર, તમારે પર્સનલ જાણકારી આપવાની રહેશે.
  • હવે મોબાઇલ નંબર ઓપ્શન પર ટિક કરો અને Next બટન પર ક્લિક કરો.
  • આગલા પેજ પર, તમારે દિવસ અને તારીખ પસંદ કરવી પડશે.
  • હવે તમને એક રસીદ મળશે, જેમાં બધી જાણકારી હશે.
  • તમારે આ રસીદ નિર્ધારિત તારીખે આધાર કેન્દ્ર પર બતાવવાની રહેશે.
  • આ રીતે, ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરીને, તમે આધાર કેન્દ્ર પર તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.