Bank Holidays in July 2025 | જુલાઈ બેંક રજા 2025: આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બેંક સાથે જોડાયેલો છે. કેટલાક પાસે એકથી વધુ ખાતાઓ હોય છે- એક પગાર માટે અને બીજું વ્યક્તિગત વપરાશ માટે. ભલે આજના સમયમાં ઘણી બેંકિંગ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, તેમ છતાં ઘણી વખત ચેક જમા, લોન સંબંધિત કામો કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયાઓ માટે વ્યક્તિગત રીતે બેંક જવું જરૂરી બને છે.
આવા સમયે જો બેંક બંધ મળી આવે, તો કામ અટકી શકે. તેથી જુલાઈ (July) મહિનામાં બેંકો કયા કયા દિવસે બંધ રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ લેખમાં જાણી લો જુલાઈ મહિનામાં કેટલા અને કયા કયા દિવસે બેંકો બંધ રહેશે.
જુલાઈ બેંક રજા 2025 | Bank Holidays in July 2025
તારીખ | દિવસ | સ્થળ-શહેર | કારણ |
3 જુલાઈ | ગુરુવાર | અગરતલા | ખારચી પૂજા |
5 જુલાઈ | શનિવાર | જમ્મુ અને શ્રીનગર | ગુરુ હરગોવિંદજીનો જન્મદિવસ |
6 જુલાઈ | રવિવાર | સમગ્ર ભારત | રવિવાર |
12 જુલાઈ | શનિવાર | સમગ્ર ભારત | બીજો શનિવાર |
13 જુલાઈ | રવિવાર | સમગ્ર ભારત | રવિવાર |
14 જુલાઈ | સોમવાર | શિલોંગ | બેહ દેંખલામ |
16 જુલાઈ | બુધવાર | દહેરાદૂન | હરેલા તહેવાર |
17 જુલાઈ | ગુરુવાર | શિલોંગ | યુ તિરોત સિંહ પુણ્યતિથિ |
19 જુલાઈ | શનિવાર | અગરતલા | કેર પૂજા |
20 જુલાઈ | રવિવાર | સમગ્ર ભારત | રવિવાર |
26 જુલાઈ | શનિવાર | સમગ્ર ભારત | ચોથો શનિવાર |
27 જુલાઈ | રવિવાર | સમગ્ર ભારત | રવિવાર |
28 જુલાઈ | સોમવાર | ગંગટોક | દ્રુક્પા ત્શે-જી |
રજાના દિવસે પણ ચાલુ રહેશે ઑનલાઇન બેંકિંગ
જ્યારે બેંકો રજાના દિવસે બંધ રહે છે, ત્યારે ચેક ક્લિયરન્સ, RTGS અને NEFT જેવી સેવાઓમાં વિલંબ થવાની શક્યતા રહે છે. પરંતુ આ દરમિયાન પણ ગ્રાહકો ઑનલાઇન બેંકિંગ, મોબાઇલ એપ અને ATM મારફતે નાણા સંબંધિત સેવાઓનો લાભ લઈ શકે છે- જેમ કે પૈસા ટ્રાન્સફર કરવો કે બિલની ચુકવણી કરવી વગેરે.
રજાના દિવસોમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- બેંક સંબંધિત અગત્યના કામની અગાઉથી યોજના બનાવો અને રજાઓની યાદી જોઈને જ બેંક જવાનો કાર્યક્રમ બનાવો.
- જો તમે એવા રાજ્યમાં રહો છો જ્યાં લાંબી રજાઓ આવી રહી છે, તો નાણાકીય વ્યવહારો માટે આગળથી તૈયારી રાખો.
- રોકડની જરૂરિયાત માટે સમયસર ATMમાંથી પૈસા ઉપાડી લો, જેથી રજાના દિવસોમાં અછતનો સામનો ન કરવો પડે.