8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં મળી શકે છે નવી આરોગ્ય વીમા યોજનાનો લાભ

8th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત બાદ હવે સરકાર તેમની આરોગ્ય સુવિધાઓને વધુ સારી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Follow Us:

8th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત બાદ હવે સરકાર તેમની આરોગ્ય સુવિધાઓને વધુ સારી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પગાર પંચ સમિતિ ટૂંક સમયમાં કર્મચારીઓના પગાર અને અન્ય સુવિધાઓની સાથે આરોગ્ય વીમા યોજનાની પણ સમીક્ષા કરશે.

છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકારની હાલની આરોગ્ય યોજના (CGHS) માં સુધારાની ચર્ચા ચાલી રહી છે. આ યોજના શહેરી વિસ્તારો સુધી મર્યાદિત હોવાથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળી શકતો નથી. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને છઠ્ઠા અને સાતમા પગાર પંચે નવા આરોગ્ય વીમા મોડલની ભલામણ કરી હતી. સાતમા પગાર પંચ દ્વારા તમામ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સમાન કેશલેશ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે CGHS, CS(MA) અને ECHS જેવી યોજનાઓને એકીકૃત કરવાની ભલામણ કરવામાં આવી હતી.

હવે સંભાવના છે કે, સરકાર ટૂંક સમયમાં CGHSને બદલીને નવી વીમા આધારિત યોજના અમલમાં મૂકી શકે છે. જાન્યુઆરી 2025ના અહેવાલ મુજબ, આરોગ્ય મંત્રાલય આ દિશામાં સક્રિયપણે કામ કરી રહ્યું છે અને નવી યોજનાને કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો આરોગ્ય વીમા યોજના (CGEPHIS – Central Government Employees and Pensioners Health Insurance Scheme) તરીકે ઓળખવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી યોજના IRDAI સાથે નોંધાયેલી વીમા કંપનીઓ દ્વારા અમલમાં મુકાઈ શકે છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેશ અને વધુ વ્યાપક આરોગ્ય સેવાઓનો લાભ મળી શકશે. જો કે, આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.