Rules Change From 1st May 2025: 1 મે, 2025 થી તમારા રોજિંદા જીવન અને ખર્ચ પર સીધી અસર કરે તેવા પાંચ મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાથી લઈને રેલવે ટિકિટ બુકિંગ અને એલપીજીના ભાવ સુધી, આ ફેરફારોની તમારે અગાઉથી જાણકારી હોવી જરૂરી છે જેથી પાછળથી કોઈ મુશ્કેલી ન આવે. જાણો આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે વિગતવાર…
ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા
હવે ATMમાંથી પૈસા ઉપાડવા પર ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ મર્યાદા સમાપ્ત થઈ જશે. 1 મેથી, તમારે દરેક વખતે પૈસા ઉપાડવા માટે 19 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ ચાર્જ 17 રૂપિયા હતો. એટલું જ નહીં, બેલેન્સ ચેક કરવા માટે પણ તમારે 7 રૂપિયા ફી ચૂકવવી પડશે, જે પહેલાં 6 રૂપિયા હતી.
રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં બદલાવ
રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં 1 મે, 2025 થી કેટલાક ફેરફારો થવા જઈ રહ્યા છે. હવેથી, વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય ગણાશે. તમે સ્લીપર કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકશો નહીં.
એક રાજ્ય એક RRB યોજના
1 મેથી દેશના 11 રાજ્યોમાં એક રાજ્ય એક RRB યોજના લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે દરેક રાજ્યની તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકસાથે મર્જ કરીને એક મોટી બેંક બનાવવામાં આવશે. આ ફેરફારથી બેંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકોને વધુ સુવિધાઓ મળશે. આ યોજના ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં અમલમાં આવશે.
એફડી અને બચત ખાતાના વ્યાજ દરમાં ફેરફાર
1 મેથી તમે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અને બચત ખાતાના વ્યાજ દરમાં પણ ફેરફાર જોઈ શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેંકોએ બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દરેક મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે પણ 1 મેના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે, જે સીધી રીતે તમારા ઘરના બજેટને અસર કરશે.