પેટમાં જશે ઝેર? અમદાવાદની ગ્વાલિયા સ્વીટ્સના છોલે-ભટુરેમાં જીવતા વંદા! રેસ્ટોરન્ટને રૂ. 25,000 નો દંડ

અમદાવાદના પ્રહલાદનગરમાં ગ્વાલિયા રેસ્ટોરન્ટના છોલે-ભટુરેમાં જીવતા વંદા મળતા ખળભળાટ મચ્યો છે. ગ્રાહકે ફૂડ વિભાગને ફરિયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટ પર ₹25,000 દંડ ફટકારાયો.

Published By:

Updated:

Follow Us:

Cockroaches in Food Ahmedabad Gwalia Sweets

Cockroaches In Food At Gwalia Ahmedabad: અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી જાણીતી ગ્વાલિયા સ્વીટ્સ નામની રેસ્ટોરન્ટ દ્વારા વેચવામાં આવતા છોલે-ભટુરેમાં જીવતા વંદા મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઓનલાઇન ઓર્ડર કરાયેલા આ ભોજનમાંથી વંદા નીકળતા ગ્રાહકે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી, જેના પગલે રેસ્ટોરન્ટને રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

સરખેજમાં રહેતા એક પરિવારે ગ્વાલિયા સ્વીટ્સમાંથી ઓનલાઇન છોલે-ભટુરે મંગાવ્યા હતા. જ્યારે તેમણે ફૂડ પેકેટ ખોલ્યું ત્યારે છોલેમાંથી બે જીવતા વંદા જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – આઈસ્ક્રીમમાંથી નીકળી ગરોળીની પૂંછડી: અમદાવાદના મણિનગરમાં બની ઘટના; મહિલાની તબિયત લથડી

AMC ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ટીમ દ્વારા ગ્વાલિયા સ્વીટ્સની તપાસ કરવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે ફરિયાદકર્તાએ પહેલા ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં તેને પાછી ખેંચવાની વાત કરી હતી. તેમ છતાં, ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે તપાસ કરી હતી અને રેસ્ટોરન્ટ પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. 25,000 વસૂલ કરવામાં આવ્યા છે. ડો. જોશીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે અને તેમની પાસે જરૂરી લાયસન્સ પણ છે. હાલ આ મામલે માત્ર વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભૂતકાળમાં પણ ગ્વાલિયા સ્વીટ્સમાંથી ખાદ્ય પદાર્થોમાં અયોગ્ય વસ્તુઓ નીકળવાની ફરિયાદો સામે આવી ચૂકી છે. આ ઘટનાએ શહેરની અન્ય હોટલો અને રેસ્ટોરન્ટોની ખાદ્ય ગુણવત્તા પર પણ સવાલ ઉભા કર્યા છે અને ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi