Gujarat Weather Today: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, હવામાન વિભાગે આગામી બે દિવસ માટે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા વરસાદને લીધે હવામાન વિભાગે નવી આગાહી જારી કરી છે. IMD અનુસાર, 15 અને 16 મેના રોજ રાજ્યના 12 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Published By:

Updated:

Follow Us:

gujarat weather

Gujarat Weather Today | આજનું હવામાન: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને પગલે હવામાન વિભાગે વધુ એક આગાહી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માહિતી અનુસાર, આગામી બે દિવસ એટલે કે 15 અને 16 મેના રોજ રાજ્યના 12 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમી અને કમોસમી વરસાદનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 23 થી 30 મે દરમિયાન જુદા જુદા સ્થળોએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેના ભાગરૂપે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં, 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ અને તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે.

ચોમાસું વહેલું આવવાની શક્યતા

હવામાન વિભાગે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું ગુજરાતમાં પ્રવેશી શકે છે તેવા સંકેત આપ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચે છે, પરંતુ આ વર્ષે તે ચાર દિવસ વહેલું એટલે કે 10 અથવા 11 જૂનની આસપાસ આવી શકે છે. તેની અસર 12 જૂનથી ગુજરાતમાં દેખાવાની શરૂ થશે અને તે ખૂબ જ ઝડપથી સમગ્ર રાજ્યને આવરી લેશે.

ગઈકાલે આ જિલ્લામાં નોંધાયો વરસાદ

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, ગઈકાલે એટલે કે 14 મે, 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે વરસાદ અને વીજળીના યલો એલર્ટ પણ જાહેર કર્યા હતા, જે દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi