પૂર્વ પત્નીના ત્રાસથી કંટાળીને સુરતના વેપારીનો આપઘાત: અંતિમ વીડિયોમાં વર્ણવી તમામ વાત; પીએમ મોદીને પણ કરી ભાવુક અપીલ

સુરતના મોટા વરાછામાં એક યુવાન વેપારીએ પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા બનાવેલા વીડિયો અને સુસાઇડ નોટમાં તેના દુઃખની ઝાંખી મળે છે. પોલીસે શીતલ, મોહસિન અને તેમના સાથીઓ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

Published By:

Updated:

Follow Us:

surat businessman suicide

Surat Suicide Case: સુરતના મોટા વરાછામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પ્રેમમાં દગો પામેલા એક યુવાન વેપારીએ પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મૃતકે આપઘાત પહેલાં બનાવેલો અડધા કલાકનો વીડિયો અને મળેલી સુસાઇડ નોટ તેના દર્દ અને પીડાને વાચા આપે છે. પોલીસે આ મામલે પૂર્વ પત્ની શીતલ, તેના પ્રેમી મોહસિન અને તેના 10 મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.

મૃતક જયદીપનો અંતિમ વીડિયો અત્યંત હૃદયદ્રાવક છે. તેણે શીતલ સાથેના પોતાના પ્રેમ સંબંધથી લઈને તેના દ્વારા મરવા માટે મજબૂર કરાયા સુધીની તમામ વાત રડતાં રડતાં વર્ણવી છે. આ વીડિયોમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરતાં કહ્યું છે કે હવે છોકરાઓ માટે પણ કાયદો બનાવવો જોઈએ, જેથી તેમને મરીને પોતે સાચા હતા તે સાબિત કરવાની જરૂર ન પડે.

મોપેડની ડીકીમાંથી મળી સુસાઇડ નોટ અને વીડિયો

પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ જયદીપે 30 ઓક્ટોબર 2023ના રોજ શીતલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ શીતલ નાની નાની બાબતોમાં જયદીપ અને તેના પરિવાર સાથે ઝઘડા કરતી હતી. જ્યારે જયદીપના પિતા ગામડે ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે ઝેરી દવા પી લીધી હતી અને હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. અંતિમ વિધિ બાદ પરિવારે જયદીપની મોપેડની ડીકી તપાસતાં તેમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. તેના ફોનમાંથી પણ ઝેરી દવા પીતા પહેલાંના ત્રણ વીડિયો મળી આવ્યા હતા.

વીડિયોમાં ઝેરી દવા સેલ્ફોસનું પેકેટ બતાવ્યું

પોતાના એક વીડિયોમાં જયદીપે ઘઉંમાં નાખવાની ઝેરી દવા સેલ્ફોસનું પેકેટ બતાવ્યું હતું અને પોતાના માતા-પિતાને માફી માંગી હતી તેમજ મિત્રોનો સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તેણે પોતાના પરિવારજનોને રડવાની મનાઈ કરી હતી અને પોલીસને ન્યાય અપાવવા માટે વિનંતી કરી હતી. તેણે પોતાના ફોનમાં વીડિયો અને શીતલે તેની સાથે જે કર્યું તેના પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.

બે આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ

ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.યુ.બારડે જણાવ્યું હતું કે, પોલીસે શીતલ અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચાલુ છે. મોહસિન પરિણીત છે અને મોરેશિયસમાં મરી-મસાલાનો ધંધો કરે છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi